________________
૩૪
ઉપદેશપદ : ભાગ-૧ અને રત્નાવતીની સાથે વિવાહ કર્યો. તેના સંગનો અભિલાષી બ્રહ્મદત્ત જેટલામાં દિવસો પસાર કરે છે તેટલામાં વરધનુનો મરણ દિવસ આવ્યો ત્યારે જમણવાર રાખ્યું. બ્રાહ્મણો વગેરે ભોજન કરે છે ત્યારે બ્રાહ્મણના વેશને ધારણ કરનારો વરધનુ ભોજન માટે ક્યાંકથી આવ્યો અને કહ્યું: અરે ! અરે ! ભોજકો ! (ભોજન કરનારા) તમે ભોજન કરાવનારાઓને કહો કે સર્વ બ્રાહ્મણોમાં મુગટના રત સમાન, ચાર વેદનો પારગામી એવો એક બ્રાહ્મણ દૂર દેશથી આવ્યો છે, જેને કોઈક રીતે ભોજન કરાવ્યું હશે તો તે ભોજન મરણ પામીને ભવાંતરમાં ગયેલા તમારા માતાપિતાને પણ પહોંચશે, અર્થાત્ તમો મને ભોજન કરાવશો તો તે ભોજન તમારા મરણ પામેલા અને ભવાંતરમાં ગયેલા માતાપિતાને પહોંચશે. ભોજનકાર્ય માટે નિયુક્ત કરાયેલા પુરુષોએ તે વાત કુમારને જણાવી. જેટલામાં કુમાર બહાર નીકળ્યો તેટલામાં વરધનુને જુએ છે. સર્વાંગમાં અપૂર્વ સાંતરને અનુભવતા કુમારે વરધનુને આલિંગન કર્યું અને વરધનુ ઘરમાં પ્રવેશ્યો. કુમારે સ્નાન ભોજન કરી લીધેલા વરધનુને પુછ્યું: હે મિત્ર ! તારો આટલો કાળ ક્યાં રહેતા પસાર થયો ? પછી વરધનુ કહે છે કે તે ગહનવનમાં તે રાત્રિએ તમે સુખપૂર્વક સૂતા હતા ત્યારે ગાઢ ઝાડીમાં છુપાયેલા એક ચોરે પાછળથી આવીને મારા શરીરમાં બાણ માર્યું. તેના ઘાતની વેદનાથી મૂચ્છિત થયેલો હું પૃથ્વી ઉપર પડ્યો. ભાન થયું ત્યારે તમને ઘણું દુઃખ થશે એમ માનતો તે જ વનમાં પોતાની અવસ્થાને છૂપાવીને રહ્યો. રથ ચાલ્યા ગયા પછી તે જંગલની મધ્યમાં ધીમે ધીમે પાછલા પગે ચાલતો તે ગામમાં પહોંચ્યો
જ્યાં તમો રાત્રે રોકાયા હતા. ગ્રામમુખીએ તમારો વ્યતિકર મને કહ્યો હતો અને વિચિત્રઔષધીઓથી મારા વ્રણ(ઘા)ને રૂઝાવ્યો. ત્યાંથી સ્થાને સ્થાને તમને શોધતો અહીં આવ્યો અને ભોજનના નિમિત્તથી મેં તમને અહીં જોયા. સ્વસ્થ થયેલા ચિત્તવાળા વિરહને ક્ષણ પણ સહન નહીં કરતા કેટલામાં રહે છે તેટલામાં કોઈક વખત પરસ્પર આવો વાર્તાલાપ થયો. (૪૧૦)
પુરુષાર્થ વગરના આપણે આવી રીતે ક્યાં સુધી કાળ પસાર કરવો? અહીંથી નીકળવાના કોઈક નિર્દોષ ઉપાયને કરીએ તેટલામાં કામદેવથી તાડન કરાતો છે સર્વ લોક જેમાં, ચંદનવૃક્ષના સુગંધથી વાસિત થયેલ મલયાચલના પવનથી શુભ એવો ચૈત્ર માસ શરૂ થયો. તેમાં ધન સમૃદ્ધિથી પરાભવ કરાયા છે કુબેરની નગરીના વિલાસો જેમાં એવી વિવિધ પ્રકારની ક્રીડાઓમાં નગરના લોકો પ્રવૃત્ત થયા ત્યારે ઘણાં કુતૂહલવાળા તે કુમારો નગરના ઉદ્યાનમાં ગયા. ત્યાં તેઓએ ગીતોની સૂરાવલીથી ઝરતું છે મદ જળ જેનું, ભૂમિ ઉપર પટકી પડાયો છે મહાવત જેના વડે, ચારેબાજુ નિરંકુશ ભમતા, કેળના સ્તંભની જેમ લોકોની ક્રીડાને મથન કરી નાખતા હાથીને જોયો. કોલાહલ થયે છતે તે હાથીએ ભયથી વ્યાકુલ થયેલી કણસ્વરે રડતી એક કુલ બાલિકાને પકડી અને તે કુમારે ગજેન્દ્રના ભયંકર સૂંઢમાં પકડાયેલી (ફસાયેલી), કમલિની જેવી કોમળ, તરફડતી છે