________________
૩૨
ઉપદેશપદ : ભાગ-૧
રહે છે તેટલામાં આકાશમાં અષ્ટાપદ પર્વત ઉપર જિનબિંબોને વાંદવા ઘણી દ્ધિવાળા દેવો અને અસુરોના સમૂહને જતા જોઈને વધેલી છે શ્રદ્ધા જેની એવો રાજા (પિતા) મિત્રો અને અમારી સાથે જ ત્યાં જવા પ્રવૃત્ત થયો અને ક્રમથી તે પર્વત ઉપર પહોંચ્યો. પ્રબળ ગંધવાળા, સુંદર ડીંટાવાળા, ભમરાઓ જેની આસપાસ ઘૂમી રહ્યા છે એવા મંદાર પારિજાત વગેરે કલ્પવૃક્ષોના ફુલોના સમૂહોથી ભગવંતોની સારી રીતે પૂજા કરીને, કપૂર-અગરુ-સુગંધી ધૂપથી ધૂપીને, સ્તવના કરીને ચૈત્યગૃહમાંથી નીકળ્યા. નીકળતા પ્રત્યક્ષ પ્રશમના પૂંજ સમાન પ્રન થયો છે મદ જેઓનો એવા અશોકવૃક્ષની નીચે બેઠેલા બે ચારણ મુનિને જોયા અને ભક્તિથી પ્રણામ કરીને બધા બેઠા. પછી તેઓમાના એક શ્રમણસિંહે પાણીના સમૂહથી ભરેલા વાદળના જેવી ગંભીર વાણીથી તે સુર, અસુર અને ખેચરોને ધર્મકથા કહેવાની શરૂઆત કરી. (૩૬૦) તે આ પ્રમાણે–
કેળના પાંદડા સમાન કોમળ આ શરીર અનેક રોગોનું ઘર છે. ખરેખર વિષયસુખો વિજળીના લીસોટા જેવા જોવામાત્રથી ભંગુર છે. જગતમાં જીવોનું જીવિત શરદઋતુમાં થયેલા ઘણા વાદળ જેવું ચંચળ છે. સ્ત્રીઓનો સ્નેહ કિપાક ફળની જેમ વિપાકથી દારૂણ છે. લક્ષ્મી પ્રચંડ પવનથી હલાવાયેલ ઘાસના અગ્ર ભાગ ઉપર રહેલા પાણીના બિંદુ સમાન ચંચળ છે. લોક નિમિત્ત વિના જ પ્રતિક્ષણ દુ:ખને જુએ છે (અનુભવે છે). સર્વપુરુષાર્થોનું કારણ એવો મનુષ્યભવ અતિદુર્લભ છે. હંમેશા મૃત્યુ ચારેબાજુથી જીવની નજીક ફર્યા કરે છે. સંસારનો ત્યાગ કરવાની ભાવનાવાળા વિવેકી પુરુષોએ જિનકથિત પરિશુદ્ધ ધર્મ સવંદરથી સેવવો જોઇએ. આ પ્રમાણે મુનીશ્વરની વાણી સાંભળીને વિશુદ્ધબોધ પ્રાપ્ત થયે છતે જેમ આવ્યા હતા તેમ (સુર, અસુર આદિ) પાછા ગયા. અમારા પિતાના મિત્ર અગ્નિશિખે અવસર મેળવીને પુછ્યું: હે ભગવન્! આ બાળાઓનો ભર્તા કોણ થશે ? મુનિએ કહ્યું કે આ બાળાઓના ભાઈનો વધ કરશે તે આ બાળાઓનો પતિ થશે, એમ સાંભળી રાજા શ્યામ મુખવાળો થયો. (૩૬૮) આ અવસરે અમે હ્યું: હે તાત! અહીં જ મુનિવડે આ સંસાર આવા પ્રકારનો છે તે કહેવાયું છે તેથી દારુણ પરિણામવાળા વિષયોથી સર્યુ, પિતાએ આ સર્વ હકીકત સ્વીકારી. ભાઈને અતિવલ્લભ હોવાને કારણે પોતાના શરીરના સુખને છોડીને ભાઈના ભોજનાદિની ચિંતા (સાર-સંભાળ) કરતી અમે કેટલામાં તેની પાસે રહી તેટલામાં કોઈક દિવસે ગ્રામઆકર-સંકુલ સ્વરૂપ પૃથ્વી ઉપર ભમતા અમારા ભાઈએ તમારા મામાની પુત્રી પુષ્પવતીને અથવા બીજી કોઈ કન્યાને જોઈ. અને તેના રૂપમાં આસક્ત થયેલો તેનું હરણ કરીને અહીં આવ્યો. તેની દૃષ્ટિને સહન નહીં કરતો વિદ્યા સાધવા વાંસ ફૂટમાં ગયો. ત્યારપછી શું થયું ૧. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ છે. મનુષ્યભવ વિના આ ચારેય પુરુષાર્થો સિદ્ધ ન થઈ શકે
માટે મનુષ્યભવ અતિદુર્લભ છે.