________________
૨૮
ઉપદેશપદ : ભાગ-૧ રૂપવાળા કુમારને આવેલો જોયો. ત્યારથી જ આના શરીરની કાંતિ ક્ષીણ થઈ અને વિષાદમુખી થઈ. તેના વિષાદને સાંભળીને મેં જાણ્યું કે ચંદ્રના ઉદયથી સમુદ્રમાં ભરતીના મોજાં ઉછળે છે તેમ આના મનમાં કામદેવ ઉલ્લસિત થયો છે. મેં તેને મધુર વાણીથી પુછ્યું: હે વત્સ! સદ્ભુત સ્વરૂપવાળા પોતાના સદ્ભાવને કહે. અર્થાત્ તારા હૃદયમાં જે ભાવો છે તેને યથાર્થરૂપે જણાવ. હે ભગવતી ! તું મારી માતા છે તારી પાસે મારે ન કહેવાય એવું કંઈપણ છૂપાવવા યોગ્ય નથી. તેથી એકાગ્ર ચિત્તથી સાંભળ. આ પ્રિયગુલતાએ જાણ્યું છે કે પંચાલરાજાનો પુત્ર બ્રહ્મદર છે અને ગૌરવપૂર્વક મને ઓળખાવ્યો છે. ત્યારથી સ્વપ્રમાં પણ મારી લાગણીઓ શાંત થતી નથી. તેથી જો આ મારો પતિ નહીં થાય તો મારે મરણનું જ શરણ છે. પછી ફરી મેં તેને કહ્યું કે હે વત્સ ! તું ધીરી થા, હું તેવો ઉદ્યમ કરીશ જેથી તારું ચિંતિત સફળ થાય. તે સ્વસ્થ શરીરવાળી થઈ એટલે તેના હૃદયને આશ્વાસન થાય તે માટે મેં કહ્યું કે નગરની અંદર મેં કાલે કુમારને જોયો હતો. આ વચનને સાંભળીને પુલક્તિ હૃદયવાળી કહે છે- હે ભગવતિ ! તારી કૃપાથી મારું સર્વ સુંદર થશે. પણ તેના વિશ્વાસ માટે શું કરવું ? બુદ્ધિલના વ્યપદેશથી આ હારને તથા તેના છેડે બાંધેલા લેખને અર્પણ કર. આ પ્રમાણે (બાનાથી) રતવતીના વચનથી લેખસહિત હારને કરંડિયામાં મૂકીને પુરુષને હાથમાં આપીને મેં તમારી પાસે મોકલાવ્યો છે એમ પરિવ્રજિકાએ લેખનો વ્યતિકર કહ્યો અને હમણાં તેનો પ્રત્યુત્તર આપો. તેથી તે કુમાર! મેં તારી વતી તેને જવાબ આપ્યો છે. તે આ પ્રમાણે છે
જેણે ગૌરવ ઉપાર્જન કર્યું છે એવા વરધનુથી યુક્ત શ્રી બ્રહ્મરાજાનો પુત્ર ચંદ્ર જેમ ચાંદની સાથે રમે તેમ રત્નાવતીની સાથે રમવા ચાહે છે. (૨૮૦) વરધનુએ કુમારને આ વૃત્તાંત કહ્યો ત્યારે સાંભળીને નહીં જોવા છતાં પણ રતવતીની ઉપર રાગવાળો થયો. કમળના પાંદડાની શય્યામાં સૂતેલો ચંદનરસથી સિંચાયેલો છતાં પણ બ્રહ્મદત બળે છે. તીવ્ર વિરહરૂપી અગ્નિથી આલિંગિત કરાયેલો તે સુખ પામતો નથી.
અન્ય દિવસે નગરના બહારના પ્રદેશમાંથી વરધનું આવીને કુમારને કહે છે કે તારે અહીં રહેવું ઉચિત નથી, કારણ કે કોશલપતિ દીર્ઘ તને પકડવાને માટે અહીં પુરુષોને મોકલ્યા છે અને આ નગરના સ્વામીએ આપણને પકડવા જાપ્તો ગોઠવ્યો છે. લોકમાં આ વાદ (વાત) સર્વત્ર સંભળાય છે. પછી આ વ્યક્તિકરને જાણીને સાગરદત્તે પોતાના ભૂમિઘર(=ભોંયરા)માં બંનેને પણ છૂપાવ્યા. રાત્રિ શરૂ થઈ, કાજળ અને કોકિલના સમૂહ જેવા કૃષ્ણવર્ણવાળા અંધકારથી દિશાઓ પુરાઈ. કુમારે શ્રેષ્ઠીપુત્રને કહ્યું કે તું એવું કર જેથી અમો અહીંથી જલદીથી ભાગી શકીએ. આ સાંભળીને તે બેની સહિત શ્રેષ્ઠીપુત્ર સાગરદત્ત થોડો ભૂમિભાગ આગળ ગયો તેટલામાં કોઇપણ રીતે સાગરદત્તને સમજાવીને રોકીને બંને પણ જવાની શરૂઆત કરી. તે