________________
ઉપદેશપદ : ભાગ-૧
૨૩ તે બોલીઃ હે મહાભાગ ! મારી કથા ઘણી લાંબી છે. હું સ્વયં કહેવા શક્તિમાન નથી. તેથી તમે તમારા પોતાના જ વ્યતિકરને કહો કે તમે કોણ છો ? અને અહીં શા માટે પ્રયાણ કરવા પ્રવૃત્ત થયા છો ? આ પ્રમાણે સાંભળીને પછી તેની કલકોકિલ જેવી કોમળ, અતિ નિપુણતાથી કહેવાયેલી કુશળવાણીથી ખુશ થયેલા મનવાળા કુમારે યથાસ્થિત કહેવાની શરૂઆત કરી. (૧૬૨)
હે સુતનુ ! પંચાલ દેશના સ્વામી બ્રહ્મરાજાનો હું બ્રહ્મદત્ત નામે પુત્ર છું. કાર્ય પ્રસંગે આ અરણ્યમાં આવ્યો છું. તેનું વચન સાંભળ્યા પછી તુરત જ હર્ષના અશ્રુથી ભરાયેલી આંખોના રૂટોવાળી, સવગે વિકસિત થયેલ રોમાંચકંચુકવાળી, સૌમ્ય વદનવાળી કુમારી કુમારના ચરણકમળમાં પડી અને પછી તેની પાસે રોવા લાગી. કરુણાના મહાસાગર સરખા કુમારે તેના મુખરૂપી કમળને ઊંચુ કરીને હ્યું કે કરુણ સ્વરવાળું રુદન ન કર અને આશ્ચંદનનું જે કારણ હોય તે યથાસ્થિત કહે. આંખના આંસુ લૂછીને તે કહે છે કે હે કુમાર ! હું તારી ચલણીદેવીના ભાઈ પુષ્પચૂલ રાજાની પુત્રી છું. હું તમને જ અપાઈ છું. ત્રણ દિવસ પછી થનારા મારા લગ્ન દિવસની રાહ જોતી હું ગૃહઉદ્યાનની વાવડીના કિનારે વિવિધ પ્રકારે ક્રિીડા કરતી હતી ત્યારે કોઈ અધમ વિદ્યાધર વડે હરણ કરીને અહીં લવાઈ છું. બંધુના વિરહરૂપ અગ્નિથી બળતા મનવાળી જેટલામાં અહીં રહું છું તેટલામાં અણધારી હિરણ્યની વૃષ્ટિની જેમ તમે એકાએક ક્યાંયથી મારા પુણ્યયોગે અહીં આવ્યા. મારી જીવવાની આશા પૂર્ણ થઈ. ફરી કુમારે પુછ્યું. તે મારો શત્રુ ક્યાં છે જેથી હું તેના બળની પરીક્ષા કરું, પછી તે બોલી કે ભણવા માત્રથી સિદ્ધ થનારી શંકરીવિદ્યા તેણે મને આપી છે અને કહ્યું છે કે આનું સ્મરણ માત્ર કરવાથી પરિવાર સહિત પ્રગટ થઈ કહેલું કાર્ય કરશે અને દુશ્મનથી રક્ષા કરશે. વળી તારા વડે સ્મરણ કરાયેલી આ વિદ્યા મારો વૃત્તાંત કહેશે. તે વિદ્યાધરાધમ ભુવનમાં નાટ્યમત્ત નામથી પ્રસિદ્ધ છે. મારી અધિક પુણ્યાઈના કારણે મારા તેજને સહન નહીં કરી શકતો મને આ પ્રાસાદમાં મૂકીને બહેનને જણાવવા માટે વિદ્યાને મોકલીને પોતે વિદ્યાસિદ્ધિ નિમિત્તે ગહન વાંસકૂટમાં હમણાં પ્રવેશ્યો છે. સાધેલી વિદ્યાવાળો તે મને પરણશે અને આજે વિદ્યાસિદ્ધિનો છેલ્લો દિવસ છે. પછી કુમારે કહ્યું. આજે તે મારા વડે હણાયો છે. હર્ષથી યુક્ત પુલકિત શરીરવાળી તે બોલી કે તમારા વડે તેમ કરાયું તે સારું થયું, સારું થયું. કારણ કે તેવા પ્રકારના દુષ્ટાત્માઓનું મરણ જ થાય તે સારું છે. કુમાર તે જ ક્ષણે પ્રેમની ખાણ એવી કુમારીને ગાંધર્વવિધિથી પરણ્યો અને તેની સાથે કેટલામાં કેટલોક કાળ રહ્યો તેટલામાં બીજી ક્ષણે અમૃતની વૃષ્ટિ સમાન, કર્ણને સુખ ઉપજાવતો દિવ્યમંડળમાંથી શબ્દ સંભળાયો એટલે કુમારે તેને પુછ્યું: આ શેનો અવાજ છે? હે આર્યપુત્ર ! આ તમારા શત્રુ નાટ્યમત્તની ખંડા અને વિશાખા નામની અતિરૂપાળી બે બહેનો છે. પોતાના ભાઈના