________________
૨૪
ઉપદેશપદ : ભાગ-૧ વિવાહની સામગ્રી લઈને અહીં આવી છે, તેથી તમે જલદીથી અહીંથી થોડા દૂર ચાલ્યા જાઓ. આઓ તમારા ઉપર અનુરાગી છે કે નહીં એમ ભાવને જાણીને પછી જો તમારા વિશે અનુરાગ હશે તો હું લાલ ધ્વજને ફરકાવીશ અન્યથા સફેદ ધ્વજને ફરકાવીશ એમ તેણીએ સંકેત કર્યો. થોડી વેળા પછી સફેદ ધ્વજને ફરકતો જોઈને તે પ્રદેશમાંથી નીકળી કુમાર ગિરિકંજમાં ગયો અને મહાસરોવર પાસે પહોંચ્યો અને તે સરોવર કેવું છે ? (૧૮૫)
સજ્જનના મનની જેમ સ્વચ્છ છે, પરને પ્રિય કરનારની જેમ સ્વભાવથી શીતલ છે, આવેગવાળું છે, સંગ્રહ કરવાની ચેષ્ટાવાળું છે. અતિ ચંચળ મોજાવાળું છે. કામીજનનું કુલ છે, ઘણા ઉજ્વળ રૂપવાળું છે, જાણે વિશાળ સ્થાન છે. સ્ફટિક પર્વતનું જાણે હૃદય છે, સમુદ્રના જળની જેમ અપાર છે. ગગનાંગણ જોવા માટે ઉપદપર્ણ (નાના અરીસા) સમાન છે. જ્યાં ત્યાં દેખાતા માથા પરથી ખરી પડેલા ફુલોથી, આંખના કાજળથી, શરીર પરના કુંકુમથી, પગ પર લાગેલા અળતાથી તથા જયાં ત્યાં નજરમાં આવતા કપાળ પરના ચંદનના તિલકોના ચંદનના કારણે ભમરાના સમૂહથી વ્યાપ્ત થયેલું સરોવર સૂચવે છે કે ખેચરસ્ત્રીઓએ આ સરોવરમાં સ્નાન કરેલું છે. તે સરોવરમાં કુમારે ઈચ્છામુજબ સ્નાન કર્યું અને માર્ગમાં લાગેલા સર્વ સંતાપને દૂર કર્યો. વિકસિત સફેદ કમળોની પવિત્ર સુગંધિત સુગંધના સમૂહને સુંઘી પ્રફુલ્લિત થયો. (૧૯૦) સરોવરમાંથી બહાર નીકળીને સરોવરના વાયવ્યખૂણામાં નવા યૌવનવાળી, ઉન્નત સ્તનવાળી એક કન્યાને જોઈ. તત્કાલ આરોપણ કરાયેલા ધનુષ્યના દંડમાંથી છોડાયેલા કામરૂપી બાણોથી શલ્યવાળું થયું છે શરીર જેનું એવો કુમાર તેનું વર્ણન કરવા લાગ્યો. અહો ! મારી સુકૃતની પરિણતિ કેવી છે ! જે મૃગના જેવી મનોહર આંખોવાળી આ કન્યા અરણ્યમાં કોઈપણ રીતે મારી દૃષ્ટિપથમાં આવી. સુંદર સ્નેહથી ઉજ્વળ આંખોથી કુમારને જોતી તે ચાલી. પછી તે પ્રદેશમાંથી વીજળીની જેમ અદશ્ય થઈ. પછી તેણીએ મુહૂર્તમાત્ર કાળથી પોતાની દાસીને અહીં કુમારને પાસે મોકલી અને ત્યાં આવીને દાસીએ અતિકોમલ અને કિંમતી બે વસ્ત્રો કુમારને આપ્યા તથા તંબોલ, પુષ્પો અને શરીર સત્કાર યોગ્ય અન્ય સામગ્રી આપી અને ક્યું કે તમારા વડે ત્યારે સરોવરની પાળ ઉપર જે જોવાઈ હતી તેણીએ તમોને આ પ્રીતિદાન મોકલ્યું છે અને મને સૂચના આપી છે કે, હે સખી ! જે મહાભાગ આ વનલતામાં રહેલો છે તે મારા પિતાના મંત્રીને ઘરે આવીને રહે તેમ તું કર. તેથી તમો ત્યાં પધારો. પછી કુમાર મંત્રીના ઘરે લઈ જવાયો. (૧૯૮) દાસીએ મસ્તકે કરરૂપી કમળને જોડીને મંત્રીને કહ્યું કે તમારા સ્વામીની શ્રીકાંતા નામની પુત્રીએ આમને આપની પાસે મોકલ્યા છે. તેથી ગૌરવપૂર્વક સત્કાર કરવો, સચિવે તેમજ કર્યું. બીજે દિવસે કમલવનને વિકસવા માટે ભાઈ સમાન સૂર્યોદય થયા પછી મંત્રી કુમારને વજાયુધ રાજાની પાસે લઈ ગયો. રાજાએ તેને જોયો અને અભ્યથાન કર્યું. તેને પ્રમુખ સ્થાને આસન