________________
૧૮
ઉપદેશપદ : ભાગ-૧ માર્ગના પરિશ્રમથી થાકેલા બંને ઘોડા ઢળી પડ્યા. પછી તે બંને પગથી જ ચાલવા લાગ્યા. એક કુટ્ટ નામના ગામમાં પહોંચ્યાં. કુમારે વરધનુને આમ કહ્યું: મને અતિ ભૂખ પડે છે તથા મને ઘણો થાક લાગ્યો છે. કુમારને ગામની બહાર રાખીને વરધનુ ગામમાં ગયો, હજામને લઈ આવીને કુમારનું મુંડન કરાવ્યું અને ભગવા વસ્ત્રો પહેરાવ્યા અને લક્ષ્મીના(કાંતિ-શોભાના) કુલઘર સમાન છાતી ઉપર શ્રીવત્સને ચાર આંગળ વસ્ત્રથી આચ્છાદન કર્યું(=ઢાંકયું). દર્ઘિરાજા ઓળખી જાય તો હણી નાખે એવો ભ્રમ ઉત્પન્ન થયો. વરધનુએ પોતે પણ વેષનું પરિવર્તન કર્યું. આ પ્રમાણે ભયને વહન કરતા તથા ભયના ઉપાયને કરતા ગામની અંદર એક બ્રાહ્મણના ઘરે પહોંચ્યા. દાસના બાળકે ઘરમાંથી આવીને કહ્યું કે આ ઘરમાં તમે ભોજન કરો. રાજ યોગ્ય આચારથી ત્યાં ભોજન કર્યું. ભોજન પછી એક ઉત્તમ સ્ત્રી કુમારના મસ્તકને અક્ષતથી વધાવે છે અને કહે છે કે આ મારી બંધુમતી કન્યાનો વર થશે. પોતાને અત્યંત ગુપ્ત રાખવામાં તત્પર વરધનુએ કહ્યુંઃ આ મૂર્ખ બટુક (બ્રાહ્મણ પુત્ર)નું આટલું બધું સન્માન કેમ કરાય છે ? વિકસિત નયનવાળા ઘરસ્વામીએ કહ્યું- હે સ્વામિન્! સાંભળો પૂર્વે નૈમિત્તિકે કહ્યું છે કે- જે પટ્ટથી આચ્છાદિત શ્રીવત્સવાળો મિત્ર સહિત ઘરે આવશે અને ભોજન કરશે તે આ બાળાનો વર થશે પણ બીજો નહીં. પછી કુમાર તે જ દિવસે પાણિગ્રહણ (લગ્ન) કરે છે, તત્ક્ષણ જ પરસ્પર બંનેનો નિર્ભર સ્નેહ થયો. બંધુમતીનો રાગ પિતા આદિ વિશે તેમજ ચિરપરિચિત પણ લોકને વિશે પાતળો થયો. વિદ્વાનો કહે છે કે- “બાળપણમાં પિતા-માતાભાઈ-મિત્રજન પ્રિય હોય છે, યૌવનને પામેલી યુવતીઓને એક પતિ પ્રિય થાય છે.” કુમારે અતિ લજ્જાથી સવંગને અર્પણ કરતી કૌતુકમનવાળી બંધુમતીની સાથે રાત્રિ પસાર કરી. બીજે દિવસે વરધનુએ કહ્યું કે હજુ દૂર જવાનું છે. આથી બંધુમતીને સત્ય હકીકત જણાવી બંને પણ નીકળી ગયા. માર્ગમાં ઘણા દૂર ગયા પછી બીજા ગામમાં પહોંચ્યા. ત્યાં પાણી લેવા માટે વરધનુ જલદી નીકળ્યો અને તુરત પાછો ફરીને કહે છે કે લોકો પાસેથી મેં સાંભળ્યું છે કે બ્રહ્મદત્તને પકડવા દીર્ઘ રાજાએ સર્વ માર્ગો પર જાપ્તો ગોઠવ્યો છે તેથી નાશીને દૂરથી જ માર્ગનો ત્યાગ કરીને જઇએ. ચાલતા મહાટવીમાં પહોંચ્યા અને કુમાર ઘણો તરસ્યો થયો. (૮૧) વરધનુએ કુમારને વડ નીચે રાખ્યો અને પોતે પાણી લેવા ગયો. સૂર્યાસ્ત થયો પણ ક્યાંય પાણી ન મળ્યું. દીર્ઘના સૈનિકોએ વરધનુને જોયો. ક્રોધિત થયેલા સૈનિકોએ ઘણો માર માર્યો, કોઈપણ રીતે કુમારની પાસે પહોંચ્યો. તેણે છૂપા રહી ઝાડની ઓથમાં સંતાયેલા કુમારને દૂર ભાગી જવા ઈશારો કર્યો. ત્યાર પછી તીવ્રવેગથી ભાગતો કુમાર દુઃખે કરી પાર પામી શકાય, કાયર પુરુષોના હાંજા ગગડાવી નાખે એવા જંગલમાં ગયો, જ્યાં સિંહોના ભયંકર અવાજથી ભરાયેલી ગિરિની ગુફાઓ છે. હું માનું છું કે જયાં નવા નવા ઊગતા આંબાના વૃક્ષના પાંદડાના સોય જેવા તીણ દર્ભથી ઉત્પન્ન કરાયેલા ભયને કારણે અને વૃક્ષોના ગાઢ પાંદડાઓથી ઢંકાયેલા હોવાના કારણે સૂર્યના કિરણો પ્રવેશતા નથી. જંગલમાં સિંહોએ