________________
૧૬
ઉપદેશપદ : ભાગ-૧ સૂર્ય ૮. ધ્વજ ૯. પૂર્ણ કળશ ૧૦. પઘસરોવર ૧૧. સમુદ્ર ૧૨. દેવવિમાન. ૧૩. રતોનો ઢગલો અને ૧૪. નિધૂમ અગ્નિ.
તે જ ક્ષણે જાગેલી મુગ્ધા(સ્વમ જોઈને અતિ આશ્ચર્ય પામેલી) ચુલની બ્રહ્મ રાજાને કહે છે કે- હે સ્વામિન્ ! મેં આજે ચૌદ મહાસ્વપ્રો જોયા. ખુશ થયું છે હૈયું જેનું, મેઘધારાથી સિંચાઇને પુલક્તિ થયેલ કદંબ પુષ્પ જેવો વિકસિત, કમળ જેવી પહોળી થઈ છે આંખો જેની એવો રાજા કહે છે કે હે દેવી ! આપણા કુળમાં કલ્પવૃક્ષ, કુળધ્વજ તથા કુલપ્રદીપસમાન, પૃથ્વીમંડળરૂપી મુગટનો મણિ, ગુણરતોની ખાણ સમાન સુપુત્ર થશે. સાધિક નવમાસને અંતે વાયુ અને ધૂળની ડમરીઓ શાંત થયે છતે ઉદ્યોતિત કરાયો છે દિશાઓનો સમૂહ જેના વડે, કરાયો છે ચમત્કાર જેના વડે એવો પુત્ર જન્મ્યો. વર્યાપનકાદિ સંબંધી વિવિધ પ્રકારના કાર્યો કરાવ્યા. યોગ્ય સમયે તેનું નામ બ્રહ્મદત્ત રાખવામાં આવ્યું. તે શુક્લપક્ષના ચંદ્રમંડળની જેમ વૃદ્ધિ પામવા લાગ્યો. આ (બ્રહ્મદત્ત) લક્ષ્મીના નિવાસભૂત શ્રીવત્સ ચિહ્નથી અંકિત વક્ષસ્થળવાળો છે. (૨૪)
કોઈક સમયે કટક વગેરે રાજાઓ બ્રહ્મરાજાની પાસે આવ્યા ત્યારે બ્રહ્મના મસ્તકમાં સજ્જનને શોક આપે એવો રોગ થયો. સૂત્ર-અર્થના પારંગત પ્રધાન વૈદ્યોએ ઔષધાદિથી સારી રીતે ઉપચાર કર્યો છતાં પણ શિરોવેદના મટતી નથી. “આ જગત મરણના અંતવાળુ છે.” એમ મનમાં નિશ્ચય કર્યો. કટકાદિને બોલાવીને બ્રહ્મદત્તને અર્પણ કર્યો અને કહ્યું કે મારો આ પુત્ર સર્વકળામાં કુશળ થાય અને સંપૂર્ણ રાજ્યનો ભાર વહન કરવા સમર્થ થાય તેમ તમારે કરવું. પછી ક્રમથી બ્રહ્મરાજા પરલોકમાં સીધાવ્યા. સર્વ પણ લોકપ્રસિદ્ધ મૃતક કાર્યો પછી કટકાદિ ત્રણેય રાજાઓ ત્યાં રાજ્યકર્મમાં દીર્ઘ રાજાને સ્થાપીને પોતપોતાના રાજ્યોમાં ગયા. રાજ્યકાર્યની ચિંતા કરતા ચલણી અને દીર્ઘ બંનેને પણ શીલવનને બાળવામાં દાવાનળ સમાન પ્રચંડ કામ પ્રદીપ્ત થયો. ચિત્તની ચંચળતાથી કુળની મલીનતાનો દરકાર કર્યા વિના લોકલજ્જાને મૂકીને ચુલની પાપી દીર્થમાં આસક્ત બની. પાપતિ, કુટિલગતિ, વિષયાસક્તિ રૂપ વિષથી પૂર્ણ એવો દીર્ઘ ચલણીને વિષે દીર્ઘપૃષ્ઠ સાપની જેમ કુદષ્ટિવાળો થયો. ધનુ અમાત્ય ચલણીના આ શીલભંગના ફળવાળું સંપૂર્ણ ચરિત્ર જાણ્યું અને વિચાર્યું કે આ વસ્તુ કુમારને માટે કુશળરૂપ નથી અને વરધનુપુત્રને કહ્યું કે, હે પુત્ર ! કુમારની માતા કુમારના હિતવાળી નથી. તેથી તારે પ્રયત્નપૂર્વક કુમારના શરીરની રક્ષા કરવી. અને યોગ્ય સમયે તારે માતાનું સર્વ ચરિત્ર એને જણાવવું. જેથી કરીને આ કોઈ પણ છળથી ઉપદ્રવને ન પામે. માતાના ચરિત્રને જાણ્યા પછી તીવ્રકોપાવેશને પામેલો કુમાર કાળના કારણે યૌવનાભિમુખ થયો. માતાને આ બીના જણાવવા માટે કોયલ અને કાગડા વગેરે અસમાન જાતિના વિસદશ આચરણ કરવામાં રત એવા જીવોને અંતઃપુરમાં જઈને તેને (વિસદશ આચરણને) બતાવે છે અને કોપવાળું મુખ કરીને કહે છેઃ હે માત ! મારા રાજ્યમાં અન્યોચિત અનાચારનું