________________
ઉપદેશપદ : ભાગ-૧ પ્રસ્તુતમાં મોક્ષમાર્ગનો ઉપદેશ આપવા માટે મનુષ્યજન્મની દુર્લભતા વગેરે બાબતોનો ઉપદેશ આપવામાં આવ્યો છે. અથવા ઉપદેશપદોનો વિગ્રહ આ પ્રમાણે છે- ઉપદેશ એ જ પદો તે ઉપદેશપદો. અહીં પદો એટલે વચનો. આથી ઉપદેશપદો એટલે ઉપદેશરૂપ વચનો.
મંદમતિ જીવોના વિશેષબોધ માટે– મંદ એટલે જડ. જડ એટલે તત્ત્વનો બોધ કરવામાં સંશય, વિપર્યય અને અનધ્યવસાય રૂપ ઉપદ્રવથી યુક્ત. મંદ છે મતિ જેમની તે મંદ મતિજીવો. વિશેષ બોધ એટલે બોધના સંશય વગેરે દોષો દૂર થાય તે રીતે પરમાર્થનો પ્રકાશ. આનો ભાવ એ છે કે મંદમતિજીવોને સંશય વગેરે ન રહે તે રીતે પારમાર્થિક બોધ થાય એ ઉપદેશપદોને કહેવામાં પ્રયોજન છે.
અનુબંધચતુષ્ટય (મગલ, અભિધેય, પ્રયોજન અને સંબંધ એ ચારની અનુબંધચતુષ્ટય સંજ્ઞા છે. આ ગ્રંથમાં અનુબંધચતુષ્ટય આ પ્રમાણે છે-).
મંગલ સર્વ અશુભ સમૂહને મૂળથી ઉખેડી નાખે છે. આથી અહીં પહેલી ગાથાથી ઈષ્ટશાસ્ત્રની સિદ્ધિનું કારણ એવું “આદિમંગલ કહ્યું છે. બીજી ગાથાથી વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા પુરુષોની આ શાસ્ત્રમાં પ્રવૃત્તિ થાય એ માટે ઉપદેશપદ રૂપ અભિધેય સાક્ષાત્ જ કહ્યું છે. મંદમતિ શ્રોતાજનને બોધ થાય એ પ્રયોજન સાક્ષાત્ જ હ્યું છે. તથા સામર્થ્યથી અભિધાન(=ગ્રંથ) અને અભિધેય(=વિષય) એ બેનો વાચ્ય-વાચકરૂપ સંબંધ કહ્યો છે, અર્થાત્ અભિધેય વાચ્ય છે(=કહેવા યોગ્ય છે) અને અભિધાન(=પ્રસ્તુત ગ્રંથ) વાચક (કહેનાર) છે. તથા અભિધેય અને પ્રયોજન(Gહેતુ) એ બેનો સાધ્ય સાધનરૂપ સંબંધ છે, અર્થાત્ અભિધેય સાધ્ય છે અને પ્રયોજન સાધન છે. (૧-૨).
अथ पदेषूपदेशपदेषु सर्वप्रधानमुपदेशपदं तदभिधित्सुराहलभ्रूण माणुसत्तं, कहंचि अइदुल्लहं भवसमुद्दे ।। सम्मं निउंजियव्वं, कुसलेहिं सयावि धम्मम्मि ॥३॥
૧. પરસ્પર બે વિરુદ્ધ વસ્તુનું જ્ઞાન તે સંશય. જેમકે- આ દોરડું છે કે સાપ ? યથાર્થ વસ્તુના સ્વરૂપથી વિરુદ્ધ
હોય તેવું “આ આમ જ છે.” એવું એક પ્રકારનું જ્ઞાન તે વિપર્યય. જેમકે-દોરડામાં આ સર્પ છે એવું જ્ઞાન. નિશ્ચય રહિત “આ કંઈક છે” એવું જ્ઞાન તે અનધ્યવસાય. જેમકે- અંધારામાં “અહીં કાંઈક છે” એવું
જ્ઞાન. ૨. આદિ, મધ્ય અને અંતિમ એમ ત્રણ મંગલ છે. આદિમંગલ વિઘ્ન વિના ઈષ્ટશાસ્ત્રરચનાની સિદ્ધિ થાય
એ માટે તથા શિષ્યો વિઘ્ન વિના શાસ્ત્રાર્થના પારને પામે એ માટે છે. મધ્યમંગલ શિષ્ય-પ્રશિષ્યોની પરંપરામાં શાસ્ત્રાર્થ સ્થિર થાય એ માટે છે. અંતિમમંગલ શિષ્ય-પ્રશિષ્યોની પરંપરામાં શાસ્ત્રાર્થનો વિચ્છેદ ન થાય એ માટે છે. આમ ત્રણ મંગલ હોવાથી અહીં મંગલનું “આદિ' એવુ વિશેષણ છે.