________________
સર્વોત્કૃષ્ટ એવું તે પવિત્ર સ્થાન સર્વોત્તમ એવા દેવતાઓના ઉપર રહેલું છે. વળી તે સ્થાન પ્રભાતકાળની કાંતિસમાન પ્રકાશ આપે છે અને સ્વચ્છતામાં સુવર્ણ તથા શંખસમાન દીપે છે.
લોક્યના અગ્રભાગમાં જેની સ્થિતિ રહેલી છે અને આકૃતિમાં રત્નનિર્મિતછત્રને અનુસરે છે, એવા તે પવિત્ર સ્થાનને સિદ્ધક્ષેત્ર, પરમ પદ, અનુત્તરસ્થાન, બ્રહ્મલોક અને અક્ષરધામ, એમ ભિન્ન ભિન્ન નામથી પોતપોતાની બુધ્ધનુસાર લકે સ્વીકારેલ છે.
સમસ્તભુવનેના ઉપરિ ભાગમાં રહેલા તે સ્થાનની ઉપર અખિલ કર્મથી વિમુક્ત થયેલા સિદ્ધાત્માઓ નિરંતર નિવાસ કરે છે. જેને શાશ્વતનિવાસ કહેવામાં આવે છે.
સિદ્ધાત્માઓને કોઈ પણ કમને સંબંધ હેતે નથી. તેમજ તેઓ રાગદ્વેષના સંસ્કારોથી લેવાતા નથી. પુણ્ય અને પાપ જેમને અવલોકી શક્તાં નથી. સુખદુઃખના વિકારો જેમને સ્પર્શ કરી શકતાં નથી.
જેમની જ્ઞાનશક્તિ અનંત હોય છે, એવા સિદ્ધામાઓ કેઈપણ સમયે લૌકિક સ્થિતિમાં આવતાં નથી. વળી એક આત્મપ્રભામાં અનેક આત્મપ્રભાઓ એકત્વભાવ પામે છે. પરંતુ તેમના સ્વરૂપમાં કંઈપણ ફેરફાર થતા નથી. અર્થાત્ રૂપાંતર ધરતું નથી.
આવા અજરામર સુખથી વિમુખ રહી કેટલાક અજ્ઞાત જ અજ્ઞાનદશાને લીધે રેશમને કીડે પોતાના