________________
૨૪
અલાભનું સેવન કરવું, આ સમસ્ત સુખાભાસ અકિંચિકર છે, એમ સમજી સુખાથી મનુષ્યએ મુદ્દામાં એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, માનવભવ પામીને જ આત્મા સર્વ દુઃખના ક્ષયકારક એવા અક્ષયસ્થાનને પામે છે.
તે મેક્ષસ્થાનને માર્ગ સાંસારિક અજ્ઞાનરૂપ ઝાંખરાઓથી આચ્છાદિત થયેલો છે, જેથી તે માર્ગ તરફ મૂઢજનની દષ્ટિ થતી નથી.
પરંતુ પરોપકારમાં રસિક એવા શ્રી તીર્થકરોએ સમ્યફજ્ઞાન તથા શુદ્ધ જીવનના ઉપદેશરૂપ સાધન વડે આઘથી આરંભીને મેક્ષ પર્વતને માર્ગ વિશુદ્ધ કહેલ છે.
વળી પ્રાચીનકાળથી જીવની સાથે સંબંધ ધરાવતાં કર્મોને આત્મસંયમના બળ વડે જે દબાવે છે અને શેષકર્મને સંયમ વડે નિમૅલ કરે છે. એમ અનુક્રમે જ્યારે તે પિતાનાં સર્વ કર્મોને નિમ્ન કરે છે, ત્યારે તે કર્મથી મુક્ત થઈ વિશુદ્ધ સ્વરૂપધારી બને છે.
પશ્ચાત તે જીવ સમયમાત્રમાં ઉત્તમત્તમ સ્થાનને અધિકારી થાય છે, ફરીથી જન્મમરણના દુઃખની ચિંતા તેને રહેતી નથી અને નિરંતર નિશ્ચલ પવિત્રતાને ભેગી થાય છે.
નાના પ્રકારની નિઓમાં દુઃખને પરિચય કરાવનાર માત્ર કર્મબંધ જ રહે છે. તે કર્મબંધનથી જે આત્મા મુક્ત થાય, તે તે પોતે પોતાની મેળે જ નિર્લેપ દશામાં રહીને ઉચ્ચસ્થાનને આરોહક થાય છે.