________________
જેમ ભિન્નભિન્ન ફલ અને પુષ્પાદિક સંપદાઓને આપે છે, તેમ નાના પ્રકારનાં ઉપાર્જન કરેલાં કર્મો પિતાની પ્રકૃતિના અનુસારે શુભ અશુભ ફલદાયક થાય છે.
વળી તે કર્મજન્ય ફલોદયનું સ્વરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવને આશ્રયે જાણવામાં આવી શકે છે. - દ્રવ્યનો પર્યાય આત્મા છે, ત્રણે લોકમાં નિર્ણયાત્મક જે સ્થાન તેને ક્ષેત્ર કહેલું છે. તે કર્મફલને અનુસરી જન્માંતરના ફેરાએ જેથી કળી શકાય, તે કાળસ્વરૂપ કહેવાય છે. જેથી કર્મને સ્વાધીન થયેલા જીવ સ્થિત્યંતરને પ્રાપ્ત થાય છે.
પ્રાચીન કર્મોના રોગથી વિવિધ પ્રકારના જીવનને ધારણ કરે છે. આત્માના સામાયિક શરીરને ધારણ કરતી સ્થિતિ ઉપર શારીરિક આધાર રહ્યો છે. માનસિક કમને આધાર શરીર ઉપર રહેલો છે. તેમજ માનસિક કર્મ ઉપર અંતઃકરણને આધાર છે.
અંત:કરણ ઉપર તદ્રુપતા (ભાવ તથા વસ્તુની એકતા)ને આધાર રહે છે. તાદ્રય ઉપર પરિણામિક આધાર રહ્યો છે. પરિણામ ઉપર આત્મિક બાહ્ય અને આંતરિક દુઃખને આધાર રહ્યો છે.
આ દુઓને દૂર કરવા માટે માણસે અનેક પ્રકારના પ્રયત્ન કરી આનંદસુખની ઈચ્છાઓ કરે છે, પરંતુ ત્યાં તેઓ બહુ પાપ ઉપાર્જન કરી ભવિષ્યમાં બહુ