________________
A.
૨૦
निर्मानमोहा जितसङ्गदोषा
ધ્યાનમનિયા નિવૃત્તાનઃ . द्वन्द्वैविमुक्ताः सुखदुःख संज्ञै
गच्छन्त्यमूढाः पदमव्ययं तत् ॥१॥ માન અને મેહના ત્યાગી તેમજ સંગદોષના પરિહારી, હંમેશાં અધ્યાત્મસુખમાં લીનવૃત્તિવાળા, કામવિલાસથી આત્મવૃત્તિને વારનારા અને સુખદુઃખાદિક ઢિંઢોથી વિમુક્ત એવા અમૂઢ પુરૂષ પ્રસિદ્ધ એવા સિદ્ધ સ્થાનને પ્રાપ્ત થાય છે.
તેમજ શ્રી તીર્થકરેએ આગમાદિક સિદ્ધાંતમાં તે સંબંધી બંધ અને મેક્ષને ઉપદેશ વિસ્તારપૂર્વક જણાવ્યો છે.
વળી આ આત્મા એક તરફ અમુક અંશે નિષ્કર્મ થાય છે અને બીજી બાજુથી અમુક કર્મોને બંધ ઉપાર્જન કરે છે.
એ પ્રમાણે સંસારચકમાં ઘટમાળની પેઠે પરાધીન દશાને ભેગવતે જીવાત્મા પરિભ્રમણ કર્યા કરે છે.
વળી ઉત્કૃષ્ટ શુભ કર્મોના યોગથી દેવયોનિમાં જાય છે, મધ્યમ કર્મના પ્રભાવથી માનવજન્મ પ્રાપ્ત થાય છે. અધમ કર્મના ચગે તિર્યંચ જાતિમાં જન્મે છે અને અતિનીચ કર્મોપાર્જનથી નરક સ્થાનમાં ઉત્પન્ન થાય છે.
સારા અથવા નરસા એવા કર્મોનું કારણ, તે રાગદ્વેષ