________________
૧૮
આનુમાનિક પદાર્થની સાથે સાદૃશ્ય વડે જે એળખાવવામાં આવે તે ઔપમાનિક જ્ઞાન કહેવાય. જેમકે “નોલશોર વચઃ ।” આકૃતિમાં ગાયના સરખા જે હાય તેને ગવય કહેવામાં આવે છે માટે આ ગવય છે. એમ જે ગાયની સરખામણીથી ગય (રાઝ)નુ· જ્ઞાન થયું તે ઉપમાન કહેવાય.
ગાતોચારિતત્રાવયં શાજ્ઞાનમ્ ।” આમ (યથાર્થ વક્તા) પુરૂષાએ ઉચ્ચારેલ. જે વાકચ તે શાશ્વજ્ઞાન (આગમજ્ઞાન) કહેવાય. તે આગમાક્તજ્ઞાન ગુર્વાદિકથી મેળવી શકાય છે. પૂર્વોક્ત ચારે પ્રકારના પ્રમાણુદ્વારાએ તેમજ જૈનમતની અપેક્ષાએ પ્રત્યક્ષાદિ પ્રમાણ વડે બંધ અને માક્ષનુ સ્વરૂપ જાણી શકાય છે.
હવે દરેક તત્ત્વાના વિચાર કરવા સાથે ‘આત્મા’ એટલે શુ? તેને પ્રથમ વિચાર કરવા જોઈ એ.
શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગધ એ પાંચ વિષય ગ્રાહક એવી ઇંદ્રિયાથી પણ તે આત્માને અગેાચર કહેવામાં આવે છે.
આત્મા અનાદિઅનંત છે. આત્માની શક્તિ અપાર છે. પરંતુ જ્યાં સુધી તે શારીરિક બંધનથી બંધાયેલા હાય છે, ત્યાં સુધી દૈહિક સુખદુઃખાના અનુભવ કરે છે. એટલુ* જ નહીં પણ પ્રત્યક્ષ પ્રમાણ વધુ નાના પ્રકારના વિચારાદિકમાં અનુસ્યૂત થઇ, શારીરિક જે જે ચેષ્ટાઓ થાય છે, તે સર્વના કારણભૂત તે આત્મા થઈ પડે છે.