________________
નિવેદન. મુખ્ય ફરજ
સ્થાવર અને જગમાત્મક બંને પ્રકારની સૃષ્ટિમાં રહેલા સમસ્ત પદાર્થોનું વસ્તુ સ્વરૂપ જાણવું એજ માનવની મુખ્ય ફરજ છે.
હવે તે દ્રવ્યાદિક પદાર્થોની પરિસ્થિતિ સમજવા માટે ભિન્નભિન્ન દર્શનકારાએ ન્યૂનાધિક સાધન બતાવેલાં છે, તેઓમાંથી આપણે અહીંયાં સામાન્ય રીતે પ્રમાણોની અવગાહના કરવી ઉચિત છે.
તૈયાયિકમતાનુસારે પ્રમાણુ ચતુષ્ટયનું સ્વરૂપ સમજવાથી અન્ય પદાર્થો તેઓ વડે અવલોકી શકાય છે.
વળી તે પ્રમાણે–પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શાખ એમ ચાર પ્રકારનું કહેવું છે. “નિયનન્ય જ્ઞાને પ્રત્યક્ષ” ઈદ્રિયજન્ય જે જ્ઞાન તેને પ્રત્યક્ષ જ્ઞાન સમજવું, જેમકે શીત, ઉષ્ણ, તીખુ, ખારૂં, વેત રક્ત વિગેરેનું જે પરિશીલન તેને પ્રત્યક્ષમાં સમાવેશ થાય છે.
“અનુમિતિ મેનુમાન” અનુમિતિ જ્ઞાનનું જે અસાધારણ કારણ તે અનુમાન કહેવાય. જેમકે ધૂમ ઉપરથી અગ્નિની સાબીતિ કરવી, જ્યાં ધૂમ હોય ત્યાં અગ્નિ છે જ જોઈએ. તે જ્ઞાન અનુમાન સિદ્ધ ગણાય.
“પરિવારમુપમાન ” ઉપમિતિ (સાશ્ય) જ્ઞાનનું જે કારણ તે ઉપમાન કહેવાય. અર્થાત્ પ્રત્યક્ષ કિરવા