________________
તેમજ વિચાર, સ્મરણ, બુદ્ધિ કે જ્ઞાન વડે વિચાર આદિ સ્વરૂપે તે પ્રગટ થાય છે. સંસારના સ્વાભાવિક નિયમાનુસાર જન્માંતરીય પુણ્ય અથવા પાપના ફલરૂપ કર્મને ભાગવત આત્મા હર્ષ કે શેક, સુખ અથવા દુઃખ, શાંતિ અથવા અશાંતિ, આનંદ અથવા ઉદ્વેગ, ભય અથવા શૈર્ય વિગેરે શીતષ્ણાદિક ઠંદ્રને અનુભવ કરતે છતા ચાર ગતિમાં વારંવાર ગમનાગમન કર્યા કરે છે. આત્મા પોતે જ પાર્જીત ગ્યાયોગ્ય કર્મો વડે સંસારને વધારે છે.
આત્મા જ પિતે પિતાને મિત્ર અને શત્રુ બને છે. જેમકે – उद्धरेदात्मनाऽऽत्मनं, नात्मानमवसादयेत् । आत्मैव ह्यात्मनो बन्धु-रात्मैव रिपुरात्मनः॥१॥
આત્મજ્ઞાન વડે આત્માને ઉદ્ધાર કર, અજ્ઞાનદશામાં દોરાઈને સર્વથા આત્માને અધઃપાત કરે નહીં. કારણકે આત્માને બંધુ પણ આત્મા જ છે અને તેનો શત્રુ પણ અજ્ઞાનને લીધે તે પોતે જ થાય છે. | માટે દરેક મનુષ્યએ અજ્ઞાનને દૂર કરીને અને જ્ઞાનમાં લક્ષ રાખતાં શીખવું. વળી અજ્ઞાની જીવો મેહે કરી સંસારમાં મન, વચન અને કાયા વડે લુબ્ધ થવાથી કર્મ બંધનમાં આવી પડે છે. પરંતુ મેહથી મુક્ત થઈ જેઓ સંસારમાં રહે છે, તે પુરૂ પવદલની માફક કર્મથી લેવાતા નથી અને અંતમાં મોક્ષપદને પામે છે. જેમકે :