________________
શ્લોક–૧૦૧
૧૧ ઉત્તર :બીજા જ્યાં છે ત્યાં તો એમ ને એમ જ પડ્યા છે. એવું ને એવું (છે). જ્યાં છે ત્યાં તો એવું ને એવું (છે), અને એથી પણ સવાયું થઈ ગયું. અહીં થયું એને લઈને ત્યાં વધારે જોર થયું. જ્યાં છે ત્યાં વધારે જોર પકડાણું છે. આપણે બરાબર કરવું જોઈએ, આ કરવું જોઈએ.
મુમુક્ષુ :- વ્યવહારના કામ કરવા જોઈએ.
ઉત્તર :- હા, વ્યવહાર પણ વસ્તુ છે કે નહિ ? વ્યવહાર વિના નિશ્ચય થાય ? (એમ કરીને) જોર પકડે છે. આહાહા...!
ભાવાર્થ :- પુણ્ય-પાપ બને વિભાવપરિણતિથી ઊપજ્યાં હોવાથી બન્ને બંધરૂપ જ છે, વ્યવહારદૃષ્ટિએ ભ્રમને લીધે જોયું ? ‘વ્યવહારદૃષ્ટિએ ભ્રમને લીધે તેમની પ્રવૃત્તિ જુદી જુદી ભાસવાથી, સારું અને ખરાબ – એમ બે પ્રકારે તેઓ દેખાય છે. આહાહા...! દુકાન છોડી, ધંધા છોડી, બાયડી-છોકરા છોડી ત્યાગી થયો છે. આ હા..હા...! એને ભલું માને. પણ એ બધો ભાવ જે છે એ પુણ્ય છે એ પણ ઈ જાતનું છે. આકરું કામ ! બહારનો ત્યાગ દેખીને (એમ દેખે કે, “આ ત્યાગી છે, ભાઈ ધંધો કરતા નથી, છોકરા નથી, બાયડીછોકરા કાંઈ નથી.” આહાહા...!
પ્રવૃત્તિ જુદી જુદી ભાસવાથી, સારું અને ખરાબ-એમ બે પ્રકારે તેઓ દેખાય છે....” આ..હા...! પરમાર્થદૃષ્ટિ તો તેમને એકરૂપ જ, બંધરૂપ જ.” (દેખે) છે. એકરૂપ છે, બંધરૂપ છે, ખરાબ જ જાણે છે. ત્રણ બોલ લીધા. આ..હા...હા...! શુભ અને અશુભ ભાવ બેય એકરૂપ છે, બેય બંધરૂપ જ છે અને જ્ઞાની બેય ખરાબ જ જાણે છે. એમાં એકેયને સારા જાણતો નથી. વિશેષ કહેશે..
(શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ !)
આત્મા અપને દ્રવ્ય સે પર્યાય કો છૂતા નહિ ઔર પર્યાય વો દ્રવ્ય કો છૂતી નહિ. આત્મા પર કો તો છૂતા નહિ પર્યાય કો ભી છૂતા નહિ. જ્ઞાન કી પર્યાય જો રાગ કો જાનતી હૈ વો રાગ કો છૂએ બિના ઉસકા જ્ઞાન કરતી હૈ ઔર જો દ્રવ્ય કો જાનતી હૈ વો દ્રવ્ય કો છૂએ બિના દ્રવ્ય કા જ્ઞાન કરતી હૈ. રાગ હૈ તો જાનતી હૈ યા દ્રવ્ય કા અસ્તિત્વ હૈ તો પર્યાય મેં ઉસકા જ્ઞાન હુઆ ઐસા હૈ નહિ. એક સમય કી પર્યાય કી ઇતની તાકાત હૈ કી વો સબ જાન લેતી હૈ.
- પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ, નવેમ્બર-૨૦૦૬