________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉત્થાનિકા બિંબને હાથથી પકડે છે, તેવી જ રીતે મંદબુદ્ધિવાળા મેં નાટક સમયસાર (મહાકાર્ય) નો પ્રારંભ કર્યો છે, વિદ્વાનો મશ્કરી કરશે અને કહેશે કે કોઈ પાગલ હશે. ૧૨
(સવૈયા એકત્રીસા) जैसैं काहू रतनसौं बींध्यौ है रतन कोऊ ,
तामैं सूत रेसमकी डोरी पोई गई है। तैसैं बुध टीकाकरि नाटक सुगम कीनौ,
तापरि अलपबुद्धि सूधी परिनई है।। जैसैं काहू देसके पुरुष जैसी भाषा कहैं ,
तैसी तिनिहुंके बालकनि सीख लई है। तैसैं ज्यौं गरंथकौ अरथ कह्यौ गुरु त्योंहि,
મારી મતિ દિવેí સાવધાન મ શૈલા રૂા શબ્દાર્થ- બુધ-વિદ્વાન. પરનઈ (પરણઈ ) = થઈ છે.
અર્થ - જેવી રીતે હીરાની કણીથી કોઈ રત્નમાં છિદ્ર પાડી રાખ્યું હોય તો તેમાં રેશમનો દોરો નાખી દેવાય છે, તેવી જ રીતે વિદ્વાન સ્વામી અમૃતચંદ્ર આચાર્યદવે ટીકા કરીને સમયસાર સરલ કરી દીધું છે, તેથી અલ્પબુદ્ધિવાળા મને સમજવામાં આવી ગયું. અથવા જેવી રીતે કોઈ દેશના રહેવાસી જેવી ભાષા બોલે છે તેવી તેના બાળકો શીખી લે છે, તેવી જ રીતે મને ગુરુ-પરંપરાથી જેવું અર્થજ્ઞાન થયું છે તેવું જ કહેવા માટે મારી બુદ્ધિ તત્પર થઈ છે. ૧૩. હવે કવિ કહે છે કે ભગવાનની ભક્તિથી અમને બુદ્ધિબળ પ્રાપ્ત થયું છે
(સવૈયા એકત્રીસા) कबहू सुमति व्है कुमतिकौ विनास करै,
कबहू विमल जोति अंतर जगति है। कबहू दया व्है चित्त करत दयालरूप,
कबहू सुलालसा व्है लोचन लगति है।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com