________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મંગલાચરણ
फिरै डांवाडोलसौ करमके कलोलिनिमैं ,
व्है रही अवस्था सु बधूलेकैसे पातकी। जाकी छाती ताती कारी कुटिल कुवाती भारी,
ऐसौ ब्रह्मघाती है मिथ्याती महापातकी।।९।। શબ્દાર્થ- ધરમ (ધર્મ) = વસ્તુસ્વભાવ. ઉતપાત = ઉપદ્રવ.
અર્થ- જે વસ્તુસ્વભાવથી અજાણ છે, જેનું કથન મિથ્યાત્વમય છે અને જે એકાંતનો પક્ષ લઈ ઠેકઠેકાણે લડાઈ કરે છે, પોતાના મિથ્યાજ્ઞાનના અહંકારમાં ભૂલીને ધરતી પર પગ ટેકવતો નથી અને ચિત્તમાં ઉપદ્રવનો જ વિચાર કરે છે, કર્મનાં કલ્લોલોથી સંસારમાં ડામાડોળ થઈને ફરે છે અર્થાત્ વિશ્રામ પામતો નથી. તેથી તેની દશા વંટોળિયાનાં પાંદડા જેવી થઈ રહી છે, જે હૃદયમાં (ક્રોધથી) તપ્ત રહે છે, (લોભથી) મલિન રહે છે, (માયાથી) કુટિલ છે, (માનથી) ભારે કુવચન બોલે છે આવો આત્મઘાતી અને મહાપાપી મિથ્યાદષ્ટિ છે. ૯.
(દોહા) बंदौ सिव अवगाहना, अरु बंदौ सिव पंथ।
जसु प्रसाद भाषा करौं, नाटकनाम गरंथ।।१०।। શબ્દાર્થ- અવગાહના=આકૃતિ.
અર્થ:- હું સિદ્ધ ભગવાનને અને મોક્ષમાર્ગ (રત્નત્રય)ને નમસ્કાર કરું છું, જેમના પ્રસાદથી દેશભાષામાં નાટક સમયસાર ગ્રંથ રચું છું. ૧૦.
કવિ સ્વરૂપનું વર્ણન ( સવૈયા માગયદ વર્ણ ૨૩) चेतनरूप अनूप अमूरति,
सिद्धसमान सदा पद मेरौं। मोह महातम आतम अंग,
कियौ परसंग महा तम घेरौ।।
૧. અહીં નિશ્ચયનયની અપેક્ષાએ કથન છે. ૨ અહીં વ્યવહારનયની અપેક્ષાએ કથન છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com