________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦
સમયસાર નાટક
ग्यानकला उपजी अब मोहि,
कहौं गुन नाटक आगमकेरौ। जासु प्रसाद सधै सिवमारग,
वेगि मिटै भववास बसेरौ।।११।। શબ્દાર્થ- અમૂરતિ (અમૂર્તિ) નિરાકાર. પરસંગ = (પ્રસંગ ) = સંબંધ.
અર્થ- મારું સ્વરૂપ સદૈવ ચૈતન્યસ્વરૂપ, ઉપમારહિત અને નિરાકાર સિદ્ધ સમાન છે. પરંતુ મોહના મહા અંધકારનો સંગ કરવાથી હું આંધળો બની રહ્યો હતો. હવે મને જ્ઞાનની જ્યોતિ પ્રગટ થઈ છે તેથી હું નાટક સમયસાર ગ્રંથ કહું છું, જેના પ્રસાદથી મોક્ષમાર્ગથી સિદ્ધિ થાય છે અને જલદી સંસારનો નિવાસ અર્થાત્ જન્મમરણ છૂટી જાય છે. ૧૧.
કવિની લઘુતાનું વર્ણન (છન્દ મનહર વર્ણ ૩૧) जैसे कोऊ मूरख महा समुद्र तिरिवेकौं,
भुजानिसौं उद्यत भयौ है तजि नावरौ। जैसैं गिरि ऊपर विरखफल तोरिवेकौं,
बावनु पुरुष कोऊ उमगै उतावरौ। जैसैं जलकुंडमै निरखि ससि-प्रतिबिम्ब ,
ताके गहिबेकौं कर नीचौ करै 'टाबरौ। तैसैं मैं अलपबद्धि नाटक आरंभ कीनौ,
गुनी मोहि हसँगे कहगे कोऊ बावरौ।।१२।। શબ્દાર્થ:- વિરપ (વૃક્ષ) = ઝાડ. બાવન (બામન) =બહુ નચા કદનો મનુષ્ય ૧ ટાબરો = બાળક. બાવરી = પાગલ.
અર્થ - જેવી રીતે મૂર્ખ મનુષ્ય પોતાના બાહુબળથી ઘણા મોટા સમુદ્રને તરવાનો પ્રયત્ન કરે અથવા કોઈ ઠીંગણી માણસ પર્વત ઉપરના વૃક્ષમાં લાગેલું ફળ તોડવા માટે જલદીથી ઊછળે, જેવી રીતે કોઈ બાળક પાણીમાં પડેલા ચંદ્રના
૧. આ શબ્દ મારવાડી ભાષાનો છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com