________________
૨૮
મૂળ જેન ધર્મ અને સ્થૂળભદ્ર-ભગવન! હવે પછી કદી પણ હું પરરૂપ ધારણ નહિ કરું. આપ કહો તે શરત પર ચાલીશ પણ કૃપા કરી બાકીના ચાર પૂર્વ મને શિખડાવે.
ભદ્રબાહુ–સ્થૂળભદ્ર! તું એટલો બધે આગ્રહ કરે છે તે હું તને ચાર પૂર્વ બતાવીશ. પણ બીજાને તે શિખવવાની
અનુજ્ઞા હું નહિ આપું. અનુજ્ઞા તે માત્ર દશ પૂર્વની જ દઈશ. બાકીના ચાર પૂર્વ તારી સાથે નષ્ટ થયા સમજવા.
આ પ્રમાણે શ્રી સ્થૂળભદ્રના વીર સંવત ૨૧૮ માં સ્વર્ગગમન પછી છેલ્લા ચાર પૂર્વ વિચ્છેદ થયા.
બીજું સુનિ સંમેલન
બીજી આગમ વાચના ઉપર વર્ણવેલ પહેલી આગમ વાચના પછી પણ ઉતરતા કાળના પ્રભાવે મુનિઓને સૂત્રે કંઠસ્થ રાખવામાં ઘણું અડચણ નડવા માંડી. આથી સમ્રાટ સંપ્રતિએ ઉજજૈનમાં આર્ય સુહસ્તિ સૂરિની અધ્યક્ષતામાં એક શ્રમણ સંમેલન મેળવી નાનકડી આગમ વાચના કરાવી હતી અને મુનિવર દૂર દૂરના ક્ષેત્રમાં વિચરે અને ત્યાં પણ આગમને અભ્યાસ ચાલુ રહે એમ વ્યવસ્થા કરાવી હતી. એટલે ત્યાં સુધી પઠન પાઠન બરાબર ચાલ્યાં હતાં.
પરંતુ ત્યારપછી થોડા વર્ષોમાં જ રાજકીય અને કુદરતી એમ બે મોટા આંચકા લાગ્યા.
પટણમાં પુષ્પમિત્ર (જે કલકીના નામથી પણ ઓળખાય છે) રાજદ્રોહ કરીને પટણની ગાદીએ ચડી બેઠે. તે બ્રાહ્મણ હતો. તેણે ધર્માધતાથી જૈન શ્રમણો તેમજ બૌધ શ્રમણે ઉપર કાળો કેર વર્તાવ્યો.
તે જ અરસામાં કુદરતે પણ અનાવૃષ્ટિથી બાર વર્ષને દુકાળ -વર્તાવી કાળો કેર વર્તાવ્યો. તેથી જૈન શ્રમણને ગોચરી મળવી પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org