________________
હાલના સંપ્રદાયે પ્ર. ૩
૧
પર્વતની ગુફાઓમાં ચાતુર્માસ રહેતા. એ પ્રમાણે મહારાજા ખારવેલે નિગ્રંથ માટે વિભિન્ન વ્યવસ્થા કરી હતી.
ઉપરોકત વ્યવસ્થા કરવાનો સભામાં નિર્ણય કરી લીધા પછી ભિખુરાયે કૃતાર્થતા અનુભવી. તે પછી તેમણે બલિરસહ ઉમાસ્વાતિ,
શ્યામાચાર્ય આદિ સ્થવિરેને વદના નમસ્કાર કરીને, જિનાગમમાં મુકુટ તુલ્ય દષ્ટિવાદના દશપૂર્વ સુધીના મૃતનો સંગ્રહ કરવા માટે પ્રાર્થના કરી.
ભિખુરાયની પ્રેરણાથી પૂર્વોક્ત સ્થવિર આચાર્યોએ અવશિષ્ટ દૃષ્ટિવાદને શ્રમણ સમુદાય પાસેથી થોડું થોડું એકત્ર કરીને, વ્યવસ્થિત કરીને, ભેજપત્ર, તાડપત્ર તથા વયકલ પર અક્ષરેથી લિપિબદ્ધ કરીને ભિખુરાયને મરથ પૂર્ણ કર્યો અને એ પ્રમાણે સુધર્માસ્વામી રચિત દ્વાદશાંગીન સંરક્ષક થયા.
એ પ્રસંગે શ્યામાચાર્યો નિર્ણય સાધુ સાધ્વીઓના સુખધાથે પન્નવણું (પ્રજ્ઞાપના) સુત્રની રચના કરી. જે વીર સં. ૩૪૦માં સંપૂર્ણ થયું હતું.
સ્થવિર શ્રી ઉમાસ્વાતિજીએ એ જ ઉદ્દેશથી નિયુકિત (ભાષ્ય) સહિત તત્વાર્થ સત્રની રચના કરી.
અહીં સ્થવિરાવલી લેખકની સરખા નામથી ભૂલ થઈ હોય એમ લાગે છે. કારણ કે એ વખતે સર્વ જૈન મુનિઓ અર્ધમાગધી ભાષામાં જ લખતા હતા. તે વખતે મુનિએ સંસ્કૃત ભાષા વાપરતા જ નહતા, અને તત્વાર્થ સૂત્ર સંસ્કૃત ભાષામાં રચાયેલું છે. તેથી તે પહેલા ઉમાસ્વાતિનું હોઈ શકે નહિ. પણ વિક્રમની પહેલી બીજી સદીમાં થયેલા બીજ ઉમાસ્વાતિએ તત્વાર્થ સૂત્ર રચેલું છે.
સ્થવિર આર્ય બલિસ્સહ વિદ્યાપ્રવાદ પૂર્વમાંથી અંગવિલા આદિ શાસ્ત્રોની રચના કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org