________________
--
હાલના સંપ્રદાયે પ્ર. ૧૧
૧૧૭ નાન =જ્ઞાન. જ્ઞાન માટે નાના શબ્દ જ વપરાયો છે.
સાધુ માટે અણગાર, ભિક્ષુ, નિય, મુનિ વગેરે શબ્દ વપરાયા છે કે જેને સીધે અર્થ સાધુ થાય છે.
અરિહંત માટે અરિહંત અથવા સંત શબ્દ જ વપરાયેલ છે.
સૂત્રમાં જે શબ્દ આવે છે તેવા થડાક દાખલા આપણે વિચારીશું ત્યારે ઉપરની હકીક્ત ધ્યાનમાં રાખવી. કારણ કે તેથી તે દરેક ઠેકાણે ચિત્યને કયો અર્થ લાગુ પડે છે તે સમજવાનું સહેલું થઈ પડશે.
સ્થાનક્વાસીઓ નિક્ષેપાથી મૂર્તિ અવંદનીય છે એમ સિદ્ધ કરે છે તેથી પહેલાં આપણે નિક્ષેપા સંબંધી થોડે વિચાર કરી લઈએ.
ચાર નિક્ષેપ મૂર્તિપૂજક અને સ્થાનકવાસીમાં નિક્ષેપા સંબંધી મતભેદ છે.
વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજવા માટે અનુયોગ.૨ સૂત્રમાં વસ્તુના ચાર નિક્ષેપ કરી વસ્તુનું સ્વરૂપ જાણવાનું, સમજવાનું કહ્યું છે એમ તે બને સંપ્રદાય માને છે. તે ચાર નિક્ષેપો આ પ્રમાણે છે– (૧) નામ, (૨) સ્થાપના, (૩) દ્રવ્ય અને (૪) ભાવ. - હવે મતભેદ એ છે કે સ્થાનકવાસી માન્યતા પ્રમાણે ત્રણ નિક્ષેપ
ય છે, જાણવા ગ્ય છે પણ વંદનીક પૂજનીક નથી. ફક્ત છેલ્લો ભાવ નિક્ષેપે વાંદવા પૂજવા યોગ્ય છે. ત્યારે મૂર્તિપૂજકે જેને ભાવ નિક્ષેપે વંદનીક પૂજનીક હોય તેને ચારે નિક્ષેપા વંદનીક પૂજનીક ગણાય એવી માન્યતા ધરાવે છે.
આ મતભેદને કારણે સ્થાનકવાસીઓ મૂર્તિને વંદનીક પૂજનીક ગણતા નથી. કારણ કે મૂર્તિમાં અરિહંતના ગુણ નથી, ત્યારે મૂર્તિપૂજક ભાવ નિક્ષેપથી અરિહંત વંદનીક પૂજનીક છે માટે સ્થાપના નિક્ષેપાથી પણ મતિને વંદનીક પૂજનીક ગણે છે. આ મતભેદના કારણથી નિક્ષેપા સંબંધી વિચાર કરવો પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org