________________
હાલના સંપ્રદાએ પ્ર. ૧૨
૧૩૩ સાધુને પણ તેમને કહપતી વસ્તુઓ જ વહેરાવાય છે.
એટલે ભગવાનને ખપતી, કલ્પતી ન હોય તેવી વસ્તુ જે ભગવાનને અપર્ણ કરવામાં આવે તો તે સાચી ભકિત કે સાચી પૂજા ન ગણાય એટલું જ નહિ પણ એ તે તીર્થંકર ભગવાનનું અપમાન ગણાય. આ તીર્થકર ભગવાન સચેત વસ્તુના ત્યાગી છે. ભગવાને સચેત વસ્તુ ત્યાગવાને ઉપદેશ આપ્યો છે કારણ કે તેમાં હિંસા છે. છતાં આપણે ભગવાનના ઉપદેશની વિરુદ્ધ ભગવાનને જ તેમને નહિ કલ્પતી વસ્તુ અર્પણ કરીએ તે તેમાં ભગવાનની ભક્તિ નહિ પણ ભગવાનનું અપમાન અને ભગવાનની આશાતના જ કહેવાય.
પૂજા કરનારને ભાવ ભલે ઉત્તમ છે કે ભગવાનને સારામાં સારી વસ્તુ અર્પણ કરવી, પરંતુ પૂજા કરનારની ઈચ્છા કરતાં પણુ પૂજ્યની ઇછા જ પ્રાધાન્ય ગણાય. પૂજ્યની ઇચ્છાને જે માન ન આપે તે સાચા પૂજક જ ન કહેવાય. માટે ભગવાનને સચેત વસ્તુ અર્પણ કરનારને આરાધક કહી શકાય જ નહિ, ભગવાનને ન ખપતી વસ્તુ અર્પણ કરે તે વિરાધક જ કહેવાય,
ભગવાન દીક્ષા લીએ ત્યારથી તેમણે સ્નાન કરવાનું છોડી દીધું હોય છે, વસ્ત્ર પાત્ર રાખવાનું છોડી દીધું હોય છે એટલે નહાવણ કે વસ્ત્રાલંકાર ભગવાનને ખપે નહિ છતાં તે તેમને અર્પણ કરવામાં આવે છે તેમાં પણ ભગવાનની આશાતના છે. ભગવાનને સ્નાન કરાવવું તેમાં ભલેને ગરમ કરેલું અચેત પાણું હેય પરંતુ ભગવાને જ્યાં
નાન કરવાનું જ છોડી દીધું હોય ત્યાં પછી તેમને સ્નાન કરાવવું તે ભગવાનની આશાતના નહિ તે બીજું શું કહેવાય?
થડા પાપવાળી કિયા મૂર્તિપૂજકોની દલીલ એ છે કે પૂજા કરનારની ભાવના ધર્મ અને ભકિત માટેની હોવાથી પૂજા કરનારને તેમાં પાપ લાગતું જ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org