________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૩
૧
આજને શ્રાવક વર્ગ ગાડરીઆ પ્રવાહ જેવો છે, હાજી હા કરનારે છે પણ પિતાની સ્વતંત્ર વિચાર શક્તિને ઉપયોગ કરવાની ઈચ્છાવાળે નથી અથવા તે વિચાર શક્તિ ધરાવતા જ નથી. ત્યારે આગળન શ્રાવક વર્ગ જિજ્ઞાસુ હતું, સમજુ હો, ધર્મના સિહોતામે સારી રીતે સમજનારે હતો. તેથી જ્યારે રાજપક્ષીય વાભિગમ જેવા પાછળથી બનેલા સત્રમાં તથા પૂજા વિધાન માટેના નવા બનાવેલા પુસ્તકોમાં મૂર્તિપૂજાની વાત દાખલ થઈ હશે ત્યારે શ્રાવકમાં ઉહાપોહ થો શરૂ થયો હશે.
સિદ્ધાંત તત્વથી અજાણ્યા લોકોએ ભક્તિભાવથી પૂજાવિધિને આવકારી હશે પરંતુ સિદ્ધાંત સમજનારા શ્રાવકોની સંખ્યા વિશેષ હેવાથી તેમને વિરોધ પૂર્વાચાર્યોને ભારે પડ્યો હશે જ.
તેથી તે ઉહાપોહ સમાવવાને માટે જુદી જુદી યુક્તિઓ યોજવામાં આવી હશે તેમાંની એક યુક્તિ હિંસાના ત્રણ પ્રકાર પાડીને શ્રાવકોને તે રીતે મૂર્તિપૂજા શ્રાવકો માટે સિદ્ધાંત વિરુદ્ધ નથી, એમ તેમને સમજાવી લેવાની યુક્તિ અજમાવી હશે એમ સમજી શકાય છે.
પૂર્વાચાર્યોએ શ્રાવકને ધર્મ ભાવનામાં દઢ કરવા માટે પૂજાવિધિ શરૂ કરી હશે એમ માની શકાય છે. પરંતુ અંગસૂત્રમાં હિંસા, અહિંસાની વાત સૂમમાં સૂક્ષ્મ રીતે સમજાવવામાં આવી છે ત્યાં હિંસાના આવા મુખ્ય ભેદ સંબંધી બિલકુલ વાત જ કરી નથી. ત્યારે એવી નવી વાત ઉપજાવી કાઢવી એ શુ સૂત્રકાર ગણધર મહારાજની ભૂલ કાઢવા જેવું નથી? ભગવાને નહિ કહેલી વાત આવી રીતે ઉપજાવી કાઢવી તે ઉસૂત્ર પ્રરૂપણ કેમ ન કહેવાય?
હિંસાના ત્રણ પ્રકાર ઉપજાવી કાઢવા તે ભગવાનના વચનને ઉલટા રૂપમાં સમજાવવા જેવું કેમ ન ગણુાય તે કઈ સમજાવશો?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org