________________
૪૩૨
મૂળ જૈન ધર્મ અને દીધાં ઝાઝો સમય થઈ ગયો હોય તો તે પરિચય અત્યંત લુપ્ત થઈ ગયો હોય અને તેથી પ્રયત્ન કરવા છતાં પણ યાદ ન આવે. ત્યારે તેને પણ ફરીથી બાહ્યના આશ્રયની આવશ્યકતા રહેશે.
દેવથી મને શાંતિ કેવી રીતે મળે? ત્રીજો પ્રશ્ન છે કે–દેવના જીવનની શાંતિ મારામાં કેવી રીતે આવી શકે ?
બહુ સુંદર પ્રશ્ન છે. બિલકુલ ઠીક વિચાર છે. વાસ્તવમાં બીજા કોઈની શાંતિ મારામાં કદાપિ આવી શકે નહિ. એમની શાંતિ એમની સાથે અને મારી શાંતિ મારી સાથે જ રહેશે.
એમની શાંતિ એમના પુરુષાર્થથી ઉત્પન્ન થયેલી છે અને મારી શાંતિ મારા પુરુષાર્થથી મારામાં ઉત્પન્ન થશે. એમની શાંતિને ઉપયોગ સ્વયં તેઓ જ કરશે. એવી જ વસ્તુની સ્વતંત્રતા છે. માટે દેવ મને શાંતિ આપવાને સમર્થ નથી.
પરંતુ એમનાથી એટલો લાભ તો અવશ્ય છે કે તેમને નમૂનો જોઈને એ પરમ પરોક્ષ રહસ્યનું કંઈક અનુમાન કરી શકું, તે પણ જે બુદ્ધિપૂર્વક પુરુષાર્થ કરું તે.
જેમ કારખાનું કાઢવાવાળાને કેઈનમૂને આપતું નથી પણ પોતે જ તે વસ્તુને જોઈને અનુમાનના આધાર પર તેના સંબંધી પરિચય પ્રાપ્ત કરી લીએ છે. તેવી જ રીતે શાંત સ્વરૂપ અને આદર્શરૂપ વ્યકિત મને કંઈ આપતી નથી. પણ હું પોતે જ તેમની મુખાકૃતિ, તેમનું શાંત પરિભાષણ, તેમના જીવનની શાંત ક્રિયાઓ જોઈને અનુમાનના આધાર પર શાંતિ સંબંધી કાંઈક પરિચય પ્રાપ્ત કરી શકું છું.
અહીં એ વાત વિચારણીય છે કે–અનુમાનના આધાર પર કોઈના જીવનને કેવી રીતે જાણી શકાય? આના સંબંધમાં એક દષ્ટાંત છે.
એક જિજ્ઞાસુએ એક વખત તેના ગુરુ પાસે જઈને કહ્યું–પ્રભો ! કાંઈક હિતકારી ઉપદેશ આપીને મારું કલ્યાણ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org