________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૫
४४७ અનુકુળ વાતાવરણની મહત્તા
વિકલ્પોને હમેશને માટે તે શું પણ અમુક વખતને માટે પણ સંપૂર્ણ રીતે રોકી શકાતા નથી પણ અમુક સમય માટે કોઈક રીતે દબાવી શકાય છે જેમ મરણીઆ કે કોકેનના ઈજેકશનથી છેડો વખત પીડાને દબાવી શકાય છે તેમ. તે કઈ ક્રિયા વિશેષથી વિકલ્પ છેડા વખત માટે પણ દબાઈ રહે તે જાણવાનું છે.
બાહ્ય વાતાવરણને વિચારોની સાથે ભારે મોટો સંબંધ છે. જુગારીઓના વાતાવરણમાં જુગારી અને શરાબીના વાતાવરણમાં શરાબી બની જવાય છે. એ જ રીતે નિર્વિકલ્પ વાતાવરણમાં નિર્વિકલ્પ પણ બની શકાય છે.
જે કે સ્વ-પર ભેદ વિજ્ઞાનમાં વસ્તુતઃ એને નિષેધ કરવામાં આવ્યો છે અને અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્ય પર કોઇ પ્રભાવ પડી શકતો, નથી એમ બતાવવામાં આવ્યું છે. અને એ વાત પર મને વિશ્વાસ પણ છે. યુક્તિ આદિથી નિર્ણય પણ કર્યો છે. પરંતુ એ વિશ્વાસ હજુ સુધી સંપૂર્ણ રીતે મારા જીવનમાં ઉતર્યો જોઈ શકાતો નથી. પરાપૂર્વથી પરાશ્રિત થઈ જવાના સંસ્કાર હજુ દઢ છે. એ ભૂલ મારી જ છે. પણ એવા વાતાવરણમાં રહેવાથી જ એ ભૂલ થાય છે. જે વાત અનુભવમાં આવે છે તેને ઇન્કાર કરવાથી લાભ? વિકલ્પને દબાવવાના બે ઉપાય
વિકલ્પને દબાવવાના બે ઉપાય છે–(૧) પ્રાપ્ત વાતાવરણમાં મનને દઢ રાખવું અને (૨) વાતાવરણ બદલી નાખવું.
પહેલે ઉપાય-સ્વ-પર ભેદ વિજ્ઞાનથી મનને એવું દઢ રાખવું કે બાહ્ય વાતાવરણ તરફ દષ્ટિ નહિ કરતાં પિતાના શાંત સ્વભાવને લક્ષ્યમાં લઈને અંતરંગમાં નવું વાતાવરણ ઉત્પન્ન કરી લેવું. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org