________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૭
૪૯૫
કોણ સાચું છે તેને નિર્ણય થવો મુશ્કેલ છે. માટે એક હજાર રૂ. ની હા કહીશ, તો કદાચ દશ હજાર પણ આપવા પડશે. માટે સમૂળગી ના જ કહું. કેમકે ખતપત્ર કે સહી જેવું કાંઈ છે નહિ. તેથી ફરિયાદ ચાલે તેમ નથી. માટે સાવ ના કહેવામાં જ સાર છે.”
દષ્ટાંતને ઉપાય તેમ મૂર્તિની સ્થિતિ પણ તેવી થઈ પડી છે. સાતમા સૈકામાં ચૈત્યવાસી (ભ્રષ્ટ ગુરુઓ)ની શરૂઆત થઇ, દશામામાં વધારે વૃદ્ધિ થઈ અને તેમાંથી પંદરમાં સુધીમાં તો હદ ઉપરાંત પિપ ગુરુઓનું રાજ્ય વધવાથી જનસમાજને પિતાના પક્ષમાં રાખવા તથા દેરાસર અને ધર્માદાના નામે લાખો રૂપીઆ મેળવી પિતાના મોજશોખમાં ઉડાડવા તથા અગ્રેસર શેઠીઆઓના વેપાર ચલાવવા માટે આવા રસ્તાઓ કહાડી વરઘોડા, પૂજા તથા સ્વપ્ન વિગેરેને ચડાવામાં, પ્રતિષ્ઠા વખતે પ્રભુ બેસાડવા, ધ્વજા, દંડ વિગેરેના ચડાવા, ઉપધાન તથા માળ પહેરવાના ચડાવા, એવા અનેક ધંધાઓ વધારી, પૈસા એકત્રિત કરવાના અનેક પ્રપંચે ઉત્પન્ન કરી જે પ્રતિમા ધ્યાન તથા સ્થિરતા માટે હતી, તે મૂળ લક્ષ્ય ભૂલી જઈ શાસથી વિરુદ્ધ પ્રવૃત્તિ વધારવાથી મુક્તિ પૂજકેએ હજારના દશહજાર કરવાનું કર્યું. ત્યારે સ્થાનકવાસી (હાલના આર્યસમાજી) વિગેરે લોકેએ જોયું કે આ તે જુલમ થાય છે, ધર્મ તથા દેવના નામે લેકે માયામાં લપેટાઈ, ધન કમાવા માટે અનેક પ્રપંચ ઉભા કરી જનસમાજને ઉન્માર્ગે દોરે છે. જે મૂતિને માનીશું તે તે નિમિત્તથી થતી શાસ્ત્રવિરુદ્ધ એવી કેટલીક પ્રવૃત્તિઓ માનવી પડશે. માટે હાલ તો આવા માર્ગભ્રષ્ટ ધર્મગુરુઓ તથા શાસ્ત્રવિરુદ્ધ થતી કેટલીક પ્રવૃત્તિઓથી સમાજને બચાવવા માટે મૂર્તિ માનવાની જરૂર નથી. એમ જાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org