________________
હાલના સંપ્રદાય પ્ર. ૨૭
૪૯૭
પ્રભુપૂજન વખતે પરમાત્મ ભાવના જાગૃત થવાથી મન, વચન, કાયાની સ્થિરતા થવાથી. પ્રભુગુણનું સ્તવન કરતાં અપૂર્વ ભક્તિ-ઉલ્લાસ ઉદ્દભવવાથી તેને પોતાના શરીરનું કે જગતનું ભાન જ ન રહે. પ્રભુમય એક તાન જાગવાથી તેની પાસે સર્ષ કે સિંહ આવીને ઊભે રહે, કે તેના શરીર ઉપર અગ્નિ પડે તે પણ જેને દેહલત્ય કે દેહભાવના જાગે નહિ, ત્યારે જ પૂજા થઈ કહેવાય. તેવી પૂજા કરનાર જ પ્રભુની દશા પામી શકે છે પણ સુધી કેસરનું લલાટે તિલક કર્યું હોય અને અંતર, વિષય-કપાયાદિ દેષ રૂપ મેલથી મલિન થતું હોય, તો તે પૂજા નહિ, પણ ધર્મપણું બતાવવાને કુળાચાર છે.
– લેખકના સદ્દબોધ સંગ્રડ પુસ્તકમાંથી સાભાર ઉધ્ધત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org