________________
४९४
મૂળ જૈન ધર્મ અને હજારની ના-મંજરી કરી. અર્થાત “મૂર્તિ જ શાસ્ત્રમાં નથી. એવી ભાવના જનસમાજમાં ફેલાવી.
દુનિયા તે ઝુકતી હય. ઝુકાનેવાલા ચાહિએ” જનસમાજ જેમ દરે તેમ દોરવાય છે. આ ગોટાળાની રકમને ૫૦૦ વરસ થયા હજી તેનું સમાધાન થયું નથી.
મૂર્તિપૂજક દેરાવાસી તથા સ્થાનકવાસી બંને મહાવીરના સૂત્રથી જ એકબીજાનું ખંડનમંડન કરી, મહાવીરના નામની મૂર્તિને માટે જ કલેશ કજીયા કરી, એક જ ધર્મને માનનારા છતાં વેર-વિરોધ વધારી મહાવીરના માર્ગથી લાખે અને કરેડ ગાઉ દૂર પડી ગયા છે.
જેનદેવ-નિગ્રંથ (ધન ધાન્યાદિ બાહ્ય તથા રાગ-દ્વેષાદિ આત્યંતર ગ્રંથિ-એ બંને ગ્રંથિ એટલે દેષ-બંધનરહિત) છે. તેના નિમિત્તથી આત્માને શાંતિ થવી જોઈએ. પણ કલેશ, કજીયા કે સોનારૂપાના વધારા કરી ભૂખે મરતી ભારતની આર્યપ્રજાની ભૂખમાં વધારો કરવાનું હોય જ નહિ.
પૂજામાં એકાગ્રતા
પૂજા એ આત્માની ભાવના છે. આત્યંતર અવલોકન પૂર્વક બાહ્ય સાધનોથી પૂજા કરતાં આંતરિક નિર્મળતા, જાગ્રતી તથા સ્થિરતા પ્રાપ્ત થાય, તેને જ પૂજા કહી શકાય છે.
સ્ત્રી, ધન તથા છોકરાં સાચવવા પોતે તૈયાર રહે છે અને જેને ઈષ્ટદેવ માને છે, તે પ્રભુની પ્રતિમા સાચવવા પાંચ દશ રૂપીઆને પગારદાર નેકર (પૂજારી)ને રાખી, તેને પ્રભુ ભળાવી દીએ. પિતે કદાચ નવરો થાય તે બે ચાર તિલક કરતો ભાગે. ત્યાં પ્રભુ પૂજા કયાં રહી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org