________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬
૪૫૭
અથવા બીજી રીતે જોઈએ તો જેમ પથ્ય આહાર કરવાથી ખાનાર મનુષ્યને સુખ મળે જ અને અપથ્ય ભૂજન કરવાથી ભજન કરનારને જ દુઃખ પ્રાપ્ત થાય છે. પણ આહારમાં વપરાયલી વસ્તુને કાંઈ થતું નથી.
તે જ પ્રમાણે પરમાત્મ-મૂર્તિની સ્તુતિ ભક્તિ કે નિંદા હીલના કરવાથી અલિપ્ત પરમાત્માને કાંઈ થતું નથી. પરંતુ નિંદક પોતે જ દુર્ગતિનું કર્મ ઉપાર્જન કરે છે અને પૂજક શુભ કર્મોપાર્જન કરી સ્વયમેવ સુગતિનું ભાજન બને છે.
બીજી વાત વિચારવાની એ છે કે–બ્રહ્મચારી મહાત્માઓને સ્ત્રીની મૂર્તિ જેવાને નિષેધ કર્યો. પરંતુ સાક્ષાત સ્ત્રીના હાથે આહાર પાછું લેવાને નિષેધ કર્યો નહિ.
સ્ત્રીઓ દર્શન કરવા કે વંદન કરવા આવે, કલાક સુધી વ્યાખ્યાન સાંભળવા બેસી રહે. ધર્મચર્ચા સંબધી પૂછપરછ કે વાર્તાલાપ કરે. ઇત્યાદિ કાર્યોમાં સ્ત્રીને સાક્ષાત પરિચય હોવા છતાં નિષેધ ન કર્યો અને સ્ત્રીના ચિત્રામણવાળા મકાનમાં વસવાને નિષેધ કર્યો. તેનું શું કારણ?
ચિત્રામણની સ્ત્રીની આકૃતિ માત્રથી કાંઈ આહાર પણ મળી શકતા નથી કે બેસવું ચાલવું થઈ શકતું નથી. ચિત્રામણની સ્ત્રી ઊઠીને સ્પર્શ કરી શકતી નથી. છતાં શાસ્ત્રકારોએ તેનો નિષેધ કર્યો. કારણ એટલું જ કે–
ચિત્ર કે મૂર્તિ તરફ જેવી ચિત્તની એકાગ્રતા થાય, મનમાં ખરાબ સંકલ્પ વિકલ્પ ઊઠે, ધર્મધ્યાનમાં બાધા પહોંચે તથા કર્મબંધન થવાના પ્રસંગે ઉપસ્થિત થાય તેવા, ધર્મનિમિત્તે સાક્ષાત પરિચયમાં આવનાર સ્ત્રી-પ્રસંગમાં સંભવતા નથી. કારણકે ત્યાં અશુભ ભાગે ચિત્તની એકાગ્રતા કરવાને અવસર સાધુને ભાગ્યે જ મળે છે.
ત્યારે, મકાનમાં સ્ત્રીની મૂર્તિ કે ચિત્ર હોય તો તે તરફ વારંવાર ધારી ધારીને નિહાળવાનું અને તેમાં ચિત્તની તથા મનની લીનતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org