________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬
૪૬૩
મૂર્તિને સાક્ષાત ભગવાન સમજી ભાવયુક્ત ભક્તિ થાય છે, તે વખત ભકિત કરનારના મનના અધ્યવસાયે કેટલા નિર્મળ થતા હશે તથા તે વખતે તે જીવ કેવા શુભ કર્મને ઉપાર્જત હશે તેને સાચો અને પરિપૂર્ણ ખ્યાલ સર્વજ્ઞ સિવાય બીજાને આવી શકવ અશકય છે.
જેએ કપિલ કલ્પનાથી પરમાત્માનું માનસિક સ્થાન કરવાને આડંબર કરે છે તેઓ શા માટે સેંકડો કે હજારે કેશ વાહન વગેરેમાં બેસી, પદ્રિય સુધીના જીવોને વિનાશ કરી સ્વગુરુ વગેરેને વંદનાદિ કરવા જતા હશે? શું ગુરુનું માનસિક થાન ઘેર બેઠાં નથી થઈ શક્ત? કે જેથી ગુરુના મૂર્તિમય શરીરને વાંદવા માટે આરંભ (હિંસા) કરીને હજારે કેશ જવાની જરૂર પડે છે?
આ સંસારમાં મનુષ્યો અનેક પ્રકારની ચિંતા, જંજાળ અને ઝગડાઓમાં હંમેશા અટવાયેલા રહે છે. કોઈ ધનની ચિંતામાં, કોઈ પુત્રની ચિંતામાં તો કોઈ એશ આરામમાં અને કોઈ કંટાબખેડામાં –એમ જગતના જીવો અનેક ઉપાધિઓથી ગ્રસ્ત થઈ રહેલા હોય છે. આલંબન વિના તેઓને શુભ ધ્યાનની પ્રાપ્તિ થવી શું રસ્તામાં પડી છે ?
અસ્થિર મન અને ચંચળ ઈદ્રિયોને કાબૂમાં રાખવી એ બચ્ચાંઓનાં ખેલ નથી. કોઈ વાજાં, સિતાર કે તંબુરાના સુરવાળું મધુર ગાયન કાને પડ્યું કે તરત ચંચળ મન તે તરફ ચાલ્યું જાય છે. તે સમયે ધ્યાનની વાતો ક્યાંય ઉડી જાય છે. એવી ચંચળવૃત્તિવાળા મનુષ્યોને શ્રી જિનની પૂજામાં લીન થવું એ જ એક પરમ ધ્યાન છે.
અનેક ઉપાધિવાળા ગૃહસ્થપણુમાં શ્રી જિનપૂજાને અનાદર કરવો તે લાભને બદલે કેવળ હાનિ ઉઠાવવા બરાબર છે. દુનિયાદારીની અનેક વિટંબણાઓથી ઘેરાયેલા ગૃહસ્થાને મૂર્તિના આલંબન વગર માનસિક
ધ્યાન થવું સર્વથા અસંભવિત છે. શ્રી જિનપૂજાના આદરથી અને મૂર્તિદ્વારા શ્રી જિનેશ્વરદેવના ગુણ ગ્રામ વગેરે કરવાથી ચંચળ મન સ્થિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org