________________
૪૭૦
મૂળ જૈન ધર્મ અને
તે તેને પણ મહાદોષરૂપ ગણે છે. જગતમાં કોઈ પણ મત એવા નહિ નીકળે કે જે પેાતાના ઇષ્ટદેવની વાણીરૂપ શાસ્ત્રને મસ્તકે ચઢાવી તેને બહુમાન પૂર્વક આદરસત્કાર કરતા ન ઢાય !
શ્રી જૈન મતના શ્રી ભગવતી સૂત્રમાં પણ નમો ગંમીક્ છિવી કહી શ્રી ગણધર ભગવતાએ અક્ષરરૂપ બ્રાહ્મી લિપિને નમસ્કાર કર્યો છે. તે તેમાં કયું ગુણસ્થાનક હતું ?
મૃતક સાધુનુ શરીર પણ અચેત હોવાથી ગુણસ્થાનક રહિત છે છતાં લેાકેા ખીજાં કામ પડતાં મૂકી તેનાં દર્શન કરવાં કેમ દોડી જાય છે? તથા તે મૃત શરીરને પણ ધામધુમથી ચંદનના લાકડાથી કેમ બાળવામાં આવે છે? એ કાર્યને ગુરુ ભક્તિનુ કાર્ય ગણી શકાય કે કેમ? જો ગણી શકાય તે પ્રતિમાને વદન પૂજન આદિ જિન ભક્તિનું કા કેમ ન ગણી શકાય ?
પ્રશ્ન ૧૩—મૂર્તિ તે પાષાણમય છે. તેને પૂજવાથી શુ ફળ મળે ? મૂર્તિને કરેલી સ્તુતિ મૂર્તિ થાડી જ સાંભ
વાની હતી ?
ઉત્તર—લાકાને ઉન્માર્ગે દેરી જવાને માટે આ જાતિના ફૂટ પ્રશ્નો મૂર્તિપૂજાના વિરોધી વર્ગ તરફથી ઉભા કરવામાં આવે છે. પરંતુ તેની પાછળ ભારાભાર અજ્ઞાન અને કુટિલતા છૂપાયેલી છે.
તે
મૂર્તિપૂજક લેાક જો પત્થરને જ પૂજતા હોત તે। સ્તુતિ પણ પત્થરની જ કરતા હોત કે હે પાષાણુ ! હું અમૂલ્ય પત્થર ! તુ બહુ કિંમતી તથા ઉપયેગી છે. તારી શાભા પાર વિનાની છે. તુ અમુક સ્થળની ખાણમાંથી નીકળ્યા છે. તને ખાણમાંથી કાઢનાર કારીગર બહુ હોંશિયાર છે. અમે તારી સ્તુતિ કરીએ છીએ.
પણ આ રીતે પત્થરના ગુણ ગ્રામ કરતુ કાષ્ટ દેખાતું નથી અને સર્વ લેાક પત્થરની મૂર્તિમાં આરોપિત શ્રી વીતરાગદેવની સ્તુતિ કરતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org