________________
૪૭૬
મૂળ જૈન ધર્મ અને
ઉત્તર-શ્રી રાજપ્રશ્નીય વગેરે સૂત્રેામાં મૂર્તિપૂજા કલ્યાણકારી મંગળકારી કહી છે. અને એ માટેના દૃષ્ટાંતે નીચે મુજબ છે— ૧. અનાર્યાં દેશના રહેનાર શ્રી આર્દ્રકુમાર જિનપ્રતિમાના દર્શનથી જાતિ સ્મરણુજ્ઞાન પામી વૈરાગ્ય દશામાં લીન થયેા. તેનુ વર્લ્ડન શ્રી સૂત્રકૃતાંગના બીજા શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનની ટીકામાં છે. કેટલાક કહે છે કે—આર્દ્રકુમાર મુહપત્તિ દેખી પ્રતિમેધ પામ્યા છે. આ વાત ગપ છે. કારણકે સૂત્રમાં તા પ્રથમ ઝિન પદમા એમ સ્પષ્ઠ પાઠ છે. પહેલા તીર્થંકર શ્રી ઋષભદેવ સ્વામીની પ્રતિમા જોઈને પ્રતિમધ પામેલ છે.
૨. શ્રી મહાવીર સ્વામીના ચેાથા પટ્ટધર તથા શ્રી દશવૈકાલિક સૂત્રના કર્તા શ્રી શય્યંભવ સૂરિ શ્રી શાંતિનાથજીની પ્રતિમાના દર્શનથી પ્રતિાધ પામ્યાનું શ્રી કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં કહ્યુ છે. ૩. શ્રી દ્વીપસાગર પતિ તથા શ્રી હરિભદ્રસૂરિષ્કૃત આવશ્યકની મેટી ટીકામાં લખેલ છે કે—
શ્રી જિનપ્રતિમાના આકારની માછલીએ સમુદ્રમાં હોય છે. તેમને જોઈ અનેક ભવ્ય જીવ માછલીઓને જાતિસ્મરણજ્ઞાન પ્રાપ્ત થાય છે. અને ખાર વ્રત ધારણ કરી સમ્યકત્વ સહિત આઠમે દેવલાકે જાય છે.
આ પ્રમાણે તિર્યંચ જાતિને પણુ જિન પ્રતિમાના આકાર માત્રના દČનથીય અવશ્ય લભ મળે છે, તે મનુષ્યને મળે તેમાં શી શકા?
૪. શ્રી જ્ઞાતાસૂત્રમાં તીર્થંકર ગેાત્ર બાંધવાના વીશ સ્થાનક કહ્યાં છે. તે મુજ્બ રાવણ રાજાએ પ્રથમ અરિહંત પદની આરાધના અષ્ટાપદ પર્વત પર રહેલ તીર્થંકર દેવની તેમની મૂર્તિ દ્વારા કરી તીર કર ગેાત્ર બાંધ્યું એમ રામાયણમાં કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org