Book Title: Mul Jain Dharm ane Hal na Sampradayo
Author(s): Nagindas Girdharlal Sheth
Publisher: Jain Siddhant Sabha Mumbai

View full book text
Previous | Next

Page 510
________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૬ ૪૮૧ તે પછી દેવતાએ જીત આચાર તરીદે કરેલી મૂર્તિ પૂજા પણ ધર્મ પક્ષમાં તથા પુણ્યબંધનું કારણ જ ગણાશે. ભગવાને પણ તેમ જ ફરમાવ્યું છે. છતાં જે જીત આચારથી પડ્યું કે પાપ કાંઈ ન થવાનું કહેશો તો શાસ્ત્રમાં “ જીવ સમય સમયમાં સાત કે આઠ કર્મ બાંધે ” એમ કહ્યું છે તે કેમ મળતું આવશે ? કદાચ કહેશો કે–પાપ બંધ થાય. તો તે કહેવું તદ્દન જુદું છે. કારણ કે ભગવાને તે એ કરણીનું મોક્ષ ફળ બતાવ્યું છે. વળી પૂજ વખતે દેવો ઉત્કૃષ્ટ શુભ ભાવમાં વર્તે છે તેવા શુભ ભાવનું ફળ ઊલટું અશુભ મળે એ શું ઘટિત છે? કદી નહિ. ભક્તિ કરતાં મનુષ્યને તો પુણ્ય થાય અને દેવતાઓને કર્મબંધન થાય એ કેવળ મનના યથેચ્છ પ્રતાપ સિવાય બીજું કઈ નથી. પ્રશ્ન ૨૨–દે તે આખી જિંદગીમાં એક જ વાર મૂર્તિપૂજા કરે છે પછી નહિ. તથા સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિ બને વર્ગના દેવો તેમ કરતા હોવાથી તે જીત આચાર જ કહેવાય. તેને શુભ કરણ કેમ કહેવાય? ઉત્તર–શ્રી રાજપક્ષીય સૂત્રમાં સૂર્યાભદેવે જ્યારે પૂછયું કે“મારે પહેલાં તથા પછી હિતકારી અને કરવા યોગ્ય શું છે?” ત્યારે તેને સામાનિક દેએ નહ્યું કે – તમારે પહેલાં અને પછી શ્રી જિનેશ્વર ભગવાનની અર્ચા, વંદના, પર્યું પાસના હિતકારી અને કરવા યોગ્ય છે. આ ઉપરથી સમ્યગૃષ્ટિ સૂર્યાલ આદિ દેવોએ શ્રી જિનપ્રતિમાની અર્ચાવંદના નિત્યકરણ તથા હિતકારી સમજી નિરંતર કરી છે એમ સમજવું જોઈએ. ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534