Book Title: Mul Jain Dharm ane Hal na Sampradayo
Author(s): Nagindas Girdharlal Sheth
Publisher: Jain Siddhant Sabha Mumbai

View full book text
Previous | Next

Page 508
________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૬ ४७८ વળી હાલમાં શ્રી વીતરાગ ધર્મ અતિ અલ્પ પ્રમાણમાં રહી ગમે છે. તેમાં પણ અનેક પ્રકારની જુદી જુદી શાખાઓ પડી છે. અને ધર્મ ચાળણીની માફક ચળાઈ રહ્યો છે. ઉત્સુત્ર ભાષણ કરવામાં મિથ્યાત્વ અને દુરાગ્રહને આધીન થયેલા આત્માઓ કાંઈ બાકી રાખતા નથી. તો પછી આવા નિંદકો અને પ્રત્યનિકને રોકીને શાસનદેવ સત્ય માગ કેમ ઉપદેશતા નથી ? લોકોને શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામીની પાસે લઈ જઈને તેમનાં દર્શન કરાવી શુદ્ધ ધર્મને પ્રતિબોધ કેમ કરાવતા નથી? માટે દેવતાઓને હાથે પણ જે જે ચમકારે થવા નિમિત થયા હોય તેટલા જ થાય છે, વધારે નહિ. એમ માનવું જ જોઈએ. વળી હાલમાં પણ ઘણું મૂતિઓ જેવી કે–શ્રી ભોયણુજીમાં શ્રી મલ્લીનાથ ભગવાન અને પાનસરમાં શ્રી મહાવીર સ્વામી ભગવાન આદિ માટે શાસનદેવ સ્વપ્ન આપી અનેક પ્રકારના ચમત્કાર પણ દેખાડે છે. અસંખ્યાતા વર્ષોની મૂર્તિઓની રક્ષા પણ કરે છે. એ સિવાય કેટલાક ઉપસર્ગ આદિનું નિવારણ પણ કરે છે અને કેટલાકનું નથી પણ કરતા. કારણું કે હરેક વખતે શાસનદે સહાય કરે જ એ નિયમ નથી. પછી હાલના વખતમાં કેટલાક હરામખરે જિનમંદિરમાં ચોરી વગેરે દુષ્ટ કાર્ય કરતા હોય તો તેનું ફળ તેઓ અવશ્ય ભોગવશે. તેથી શાસન દેવતાઓને કલંક લાગી જતું નથી. અથવા તેથી સ્થાપના અરિહંતને મહિમા ઘટી જતો નથી. સ્થાપના અરિહંતને મહિમા તો જ ઘટે કે સ્થાપના અરિહંતની ભક્તિ કરનાર આત્માઓને, એ ભકિતથી વીતરાગ પરમાત્માના ગુણો આદિનું સ્મરણ ન થતું હોય કે વીતરાગ ભાવ, દેશવિરતિ કે સર્વવરતિના પરિણામ, સંયમ અને તપને વિષે વર્ષોલ્લાસ, ભવભ્રમણનું નિવારણ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534