________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬
૪૭૧
જ નજરે પડે છે કે--હેનિરંજન ! નિરાકાર ! નિર્મોહી: નિષ્કાંક્ષી! અજર ! અમર ! અકલંક ! સિદ્ધ સ્વરૂપી ! સર્વજ્ઞ! વીતરાગ ! ઈત્યાદિ ગુણો વડે એ ગુણવાળા પરમાત્માની જ સાં કોઈ સ્તુતિ કરે છે.
શું પત્થરમાં આ ગુણો રહેલા છે કે જેથી પત્થરની ઉપાસના કરવાને ખોટો દેષ ચડાવી લોકોને આડે માર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવે છે?
જ્યારે પૂજક પુરુષ મૂર્તિમાં પૂજ્યપણાના ગુણનું આરોપણ કરે છે ત્યારે તેને મૂર્તિ એ સાક્ષાત વીતરાગ જ હેય એમ પ્રતિભાસિત થાય છે. અને જે જેવા ભાવથી મૂર્તિને જુએ છે. તેને તે તેવા ફળની આપનારી થાય છે,
સાક્ષાત ભગવાન પણ તરણતારણ હેવા છતાં તેમની આશાતના કરનાર પૂરા ફળને ચાખે છે. તેમ મૂર્તિ પણ તારક હોવા છતાં તેની આશાતના કરનારને સંસારમાં બાવનારી પણ થાય છે.
પ્રશ્ન ૧૪ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં પાંચ સંવર દ્વારમાં ચિત્ય લખ્યાં નહિ અને આસવદ્વારમાં ચિત્ય લખ્યાં. શું કારણ?
ઉત્તર–આ ઠેકાણે પણ ચૈત્યનો દેવમંદિર એ અર્થ તમામ જૈને કરે છે. એ ભૂલવું જોઈએ નહિ.
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં સંવરબારમાં ચિત્ય એટલે જિનમંદિરની સાધુ વૈયાવચ્ચ કરે તેથી નિર્જરા થાય એમ સાફ કહ્યું છે. ત્યાં ચૈત્યનો અર્થ ઊલટો કરવો અને અહીં આસ્ત્રવઠારમાં તેજ શબ્દનો અર્થ મંદિર” કરવો એ ન્યાય કોના ઘરને ?
ચૈત્યને અર્થ મંદિર છે એ સ્વીકાર્યા બાદ તેને જે આસ્રવ દ્વારમાં ગણવેલ છે તેનું કારણ તે ચેત્યો પ્લેચ્છ આદિનાં સમજવાનાં છે. તે સંબંધી ત્યાં સ્પષ્ટ લખ્યું છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org