________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬
૪૫૫
ઉત્પન્ન થતા દેખાય છે પણ પ્રતિમા જોઇને બધાને વિરાગભાવ ઉત્પન્ન થતા દેખાતા નથી. તેનું શું કારણ ?
ઉત્તર—જેને મૂતિ ઉપર દ્વેષ કે દુર્ભાવ છે તેઓને વીતરાગની મૂર્તિ જોવા છતાં શુભ ભાવ પ્રગટ થવા મુશ્કેલ છે. પરંતુ જેએ હળુકર્મી જીવેા છે તેમને તે। શ્રી વીતરાગદેવની શાંતમુદ્રાના દર્શન થવાની સાથે જ રામેરામ પ્રેમ ઉભરાયા સિવાય રહેતા નથી.
કોઈ પાપી આત્માને મુનિની શાંત મૂર્તિ દેખીને પણ જેમ મનમાં ભક્તિભાવ ઉત્પન્ન ન થાય તેમ જેણે મૂતિ પ્રત્યે દ્વેષ કે દુર્ભાવ કેળવેલ ઢાય તેવા આત્માને મૂર્તિના દર્શનથી પણ ભક્તિ ઉત્પન્ન ન થાય એ બનવા જોગ છે.
જગતના સામાન્ય નિયમ તે એવે છે કે ગુણવાનની મૂર્તિ દેખીને તેના જેવા ગુણા પ્રાપ્ત કરવા સહેજે ઉત્કંઠા થયા સિવાય રહે નહિ. છતાં તેમાં પણ અપવાદ હાય છે.
શ્રી આચારાંગ સૂત્રમાં ફરમાવ્યું છે
जे आसवा ते परिसवा जे परिसवा ते आसवा
ભાવાર્થ પરિણાણુના વશથી જે આસ્રવનું કારણુ હોય તે સવરનુ કારણ બને છે. અને જે સવરનું કારણ હોય તે આસ્રવનું કારણુ બને છે.
લાચિપુત્ર પાપના ઇરાદાથી ઘેરથી નીકળ્યા હતા. છતાં પરિણામની વિશુદ્ધિથી વાંસના દારડા ઉપર નાચ કરતાં કેવળ જ્ઞાન ઉત્પન્ન કરી લીધું હતું.
ભરત ચક્રવર્તીનું અરીસા-ભુવનમાં રૂપ જોવા જેવું તે આસ્રવનુ કારણુ હતું. પણ મુદ્રિકાના પડવાથી શુભ ભાવનામાં આરૂઢ થતાં તેમણે કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org