________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૫
૪૪૫
શકે? એમણે તે ભીલને વિદ્યા શિખડાવવાની જ ના પાડી દીધી હતી. તેથી ગુરુ બેલી ઊઠયા–નહિ. હું ગુરુ ન હોઈ શકે. તું જૂઠું બોલે છે. તારા ગુરુનું નામ તું મારાથી છુપાવવા માગે છે.
ભીલ ગુરુને હાથ ચાલીને તેમને તે પ્રતિમા પાસે લઈ ગયે અને કહ્યું–આપને વિશ્વાસન આવતું હોય તે જોઈ લીઓ. આ રહ્યા મારા ગુરુ.
અને ગુરુ દ્રોણની આંખ ખુલી ગઈ, તેમને વાતનું રહસ્ય સમજાઈ ગયું,
જડ પ્રતિમા શું દઈ શકે, કેવી રીતે દઈ શકે ? એમ શંકા કરે છે ને ! તે જુઓ. જડ પ્રતિમાં આ રીતે દઈ શકે છે, સમજ્યા ?
હે કલ્યાણાથી ! હવે પક્ષપાત છોડી દે. કેઈ બીજાના માટે નહિ પણ તારા પિતાના કલ્યાણ માટે. “ મારા મનમાં ભગવાન બેઠા છે. પ્રતિમાના દર્શન કરવાની શી જરૂર છે?” એવા બહાના છેડી દે એમ માનીને જ તું તારી શાંતિને ઘાત કરી રહ્યો છે.
ભગવાન શબ્દનું નામ તે કંઈ ભગવાન નહિ. ભગવાન તે જીવનને એક આદર્શ છે અને તે આદર્શ તું સાક્ષાત ભગવાન પાસેથી અથવા તેમની પ્રતિમા પાસેથી શિખી સમજી શકે છે. સાક્ષાત ભગવાન વર્તમાન સમયમાં નથી. માટે તેમની પ્રતિનિધિ આ પ્રતિમાનું શરણ લે અને તારું કલ્યાણ કરે,
મંદિરની આવશ્યકતા શી છે? * પ્રશ્ન ઉત્તમ અને સ્વાભાવિક છે. એને ઉત્તર મુખ્ય પ્રયોજન અથવા લક્ષ્યને વિચાર કરવાથી મળી જશે.
પ્રોજન અથવા લક્ષ્ય છે– શાંતિ જોઇએ છે. ભલા, શાંતિ શું છે અને શાંતિને ઘાત કોણે કર્યો છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org