________________
પ્રકરણ છવીસમું
મૂર્તિ સંબંધી પ્રશ્નોત્તર
લેખક મુનિશ્રી ભદ્રંકર વિજયજી મહારાજ
નોંધ
મૂર્તિને નહિ માનવા માટે સ્થાનકવાસીઓએ અનેક તર્કો ઉપજાવી કાઢી શંકાઓ ઉત્પન્ન કરી છે. તે શંકાઓને પ્રજમાં મૂકીને મુનિશ્રી ભદ્રંકર વિજયજીએ તેમના “પ્રતિમા પૂજન” નામના પુસ્તકમાં તે પ્રશ્નના સવિસ્તર ખુલાસા આપીને તે તર્કો–શંકાઓ વજુદ વગરની છે તે બતાવી આપ્યું છે. તે ખુલાસાઓ ખાસ સમજવા જેવા હોવાથી અત્રે તે ઉધ્ધત કરેલા છે. તે સર્વ પ્રશ્નોત્તરે ધ્યાનપૂર્વક વાંચીને બરાબર સમજી લેવાની વાંચકેને ભલામણ છે.
–ન. ગિ. શેઠ
પ્રશન ૧–શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ સમયે બે હજાર હર્ષની સ્થિતિવાળો ભમરાહ બેસવાથી શાસનને ધક્કો લાગે. પણ તે ઉતર્યા બાદ સત્યધર્મ પિદા થયે એમ કહેવાય છે. તે તેમાં તથ્ય શું છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org