________________
४४४
મૂળ જૈન ધર્મ અને
પ્રતિમાને એક ગુફાના મુખ પાસે ભારે વિનયથી વિરાજમાન કરી. દિવસમાં ત્રણ વખત તે પ્રતિમાને ફૂલ ચડાવીને તેના ચરણોમાં પડી વંદન કરતો.
ભીલની દૃષ્ટિમાં એ પ્રતિમા ન હતી પણ સાક્ષાત ગુરુ દ્રોણાચાર્ય હતા. તે પ્રતિમાને પૂછી પૂછીને ધનુર્વિદ્યાને અભ્યાસ કરવા લાગે. સ્વયં તેના હૃદયમાંથી પ્રગટ થતા લક્ષ્ય સાધનના ઉપાયોને પહેલેથી પિતાના માની બેઠો હોત તે અભિમાન આવી જાત. “ગુરુ દ્રોણ એમાં શું કરી શકશે? હું પોતે જ શિખી લઈશ.” એવો ભાવ આવી જાત અને તેથી વિધા કદી શિખી શક્યો ન હત.
પરંતુ ભીલના હૃદયમાં એવો વિકલ્પ જ નહોતું. એની દષ્ટિમાં તે ગુરુને વિજય જ હતું. લક્ષ્ય ચૂકી જાય ત્યારે ગુરુની એટલે પ્રતિમાની ક્ષમા માંગી લેતો અને લક્ષ્ય સફળ થઈ જાય ત્યારે ગુરુના ચરણમાં પડી જતો. એમ કરતાં વર્ષો વીતી ગયા પણ તેણે ગુરુને એક ક્ષણ પણ પ્રતિમા રૂપ ન ગણ્યા એણે તો સાક્ષાત્ ગુરુ જ માન્યા હતા. અને એક દિવસ તે એવો સિદ્ધહસ્ત થઈ ગયો કે તેણે અર્જુનની વિધાને પણ શરમાવી દીધી.
અર્જુનથી આ કેમ સહન થાય ? ગુરુ દ્રોણાચાર્યના શિષ્ય આ બેગુઆ (ગુરુ વિનાના) ભીલથી નીચા રહી જાય ? નહિ. એમ ન બની શકે. ગુરુ પાસે જઈને કહી દીધું. ગુરુએ આવી ભીલને પૂછવું– કોની પાસેથી આ વિદ્યા શીખી ?
ગુરુને આવેલા જોઈ ને ભીલ તુરત તેમના ચરણમાં નમી પડ્યો અહાહા ! આખરે આ૫ ખેંચાઈને આવી ગયા. ભક્તની ભકિતમાં એટલું સામર્થ્ય છે. અને પછી ભીલે કહ્યું-ભગવદ્ ! મારા ગુરુ બીજા કઈ નહિ પણ આપ જ છે.
ગુરુ દ્રોણાચાર્ય આશ્ચર્યમાં ડૂબી ગયા. આ વાત સત્ય કેમ હેઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org