________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૫
૪૩૧
જાય ત્યાં સુધી બાહા પદાર્થને આશ્રયની આવશ્યકતા છે. અને એ પ્રયજનના અર્થે જ અંતરંગ સાપેક્ષ બાહ્ય પૂજા છે.
અલબત્ત, આગળ જતાં ઉચ્ચ ભૂમિકામાં આવી જવાથી બાહ્યપૂજાની કોઈ આવશ્યક્તા રહેતી નથી, પરંતુ આ પ્રથમ દિશામાં રહેતા ગૃહસ્થ માટે તે બાહ્યપૂળ અત્યંત આવશ્યક છે.
દેવના આશ્રયની શી આવશ્યક્તા? કોઈ પણ બાહ્ય જીવનને આશ્રય લીધા વિના શાંતિને પરિચય કેમ નહિ થઈ શકતો હેય? શાંતિ એ જીવનને નિજસ્વભાવ છે તે સ્વતંત્ર રૂપથી તે કેમ જાણી શકાતી નથી ? એમના જીવનની શાંતિ મારામાં કેવી રીતે આવી શકે ? અને એમની શાંતિ મને આપ્યા વિના મને શાંતિને સ્વાદ કેવી રીતે ચખાડી શકે?
આવા આવા અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તેથી તેને વિચાર કરી લઈએ.
પહેલા પ્રશ્નને ઉત્તર તે ઉપર અપાઈ ચૂક્યો છે કે જેને આજ સુધી જોયેલ નથી કે અનુભવેલ નથી તેને પરના આશ્રય વિના કેવી રીતે જાણી શકાય? જેમ કે એક વસ્તુને આકાર જ જે ધ્યાનમાં ન હોય તો તે વસ્તુ બનાવવાનું કારખાનું કેવી રીતે કાઢી શકાય? એ વસ્તુને એક નમૂને પહેલાં નજર સામે રાખ્યો હેય તે પછી તેવી બીજી અનેક વસ્તુઓ બનાવી શકાય. પછી તે એ નમૂનાની પણ આવશ્યકતા ન રહે. પણ શરૂઆતમાં તે તેની અત્યંત આવશ્યકતા છે.
બીજો પ્રશ્ન એ છે કે–સ્વતંત્રરૂપથી કેમ જાણી શકાતી નથી ? પરંતુ તેનો નિષેધ જ કોણે કર્યો છે? સ્વતંત્ર રૂપથી પણ અવશ્ય જાણી શકાય છે પણ જેણે તેને પહેલાં પરિચય કરેલો હોય તેનાથી જ જાણી શકાય, ભલે તેને પરિચય કર્યા પછી તેને છોડી દીધી હોય.
પરંતુ અહીં એટલું વિશેષ ધ્યાનમાં રાખવું કે પરિચય છોડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org