________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૫
૪૨૯
જેમકે –ધનવાન બનવાની ઈચ્છાવાળાને દેવ કુબેર થઈ શકે છે. એ વીતરાગી શાંત મુદ્રાવાળા દેવ નથી. પિતભક્તિની ઈચ્છાવાળાના દેવ કુમાર, રામ કે રાવણ થઈ શકે છે. પણ વીતરાગી દેવ નહિ અને એવી જ રીતે બીજી બીજી ઈચ્છાવાળાઓનું પણ સમજી લેવું.
અહીં આપણે તે શાંતિપથ–મેક્ષમાર્ગની વાત કરીએ છીએ. એટલે કેવળ શાંતિની પ્રાપ્તિની ઈચ્છા માટે જ દેવની શોધ કરવાની છે અથવા તે દેવની પરીક્ષા કરવાની છે. શાંતિના દેવ તે વીતરાગી શાંત રસપૂર્ણ જ હોય. બીજા નહિ. કારણકે અભિપ્રાયથી વિપરીત ગમે તેને આદર્શ બનાવીને તેની ઉપાસના કરવામાં આવે તો અભિપ્રાયની પૂર્તિ થવી અસંભવ છે.
અભિપ્રાયશૂન્ય ઉપાસનામાં ભલે એ નિયમ લાગુ ન થાય પણ અહીં તે સાચી પૂજા કે ઉપાસનાની વાત કરીએ છીએ ત્યાં અભિપ્રાય સાપેક્ષ હેવાથી એ નિયમ અવશ્ય લાગુ પડે છે.
પૂજા શું? બીજો પ્રશ્ન છે–પૂજા શું? શાંતિના અભિપ્રાયનૈ મૂર્તિને માટે–
(૧) શાંતિમાં તલ્લિન કોઈ વ્યક્તિ વિશેષનેનજર સામે રાખીને અથવા (૨) એ જ વ્યક્તિનું કોઈ ચિત્ર આંખો સામે રાખીને અથવા (૩) એ વ્યકિત કે તેનું ચિત્ર અંતરંગમાં મનની સામે રાખીને
અથવા (૪) શાંતિના યથાર્થ જીવન-આદર્શને મનમાં સ્થાપિત કરીને, થોડીવાર માટે અથવા અમુક સમયને માટે બીજા સર્વ સંકલ્પ વિકલ્પને છેડી દઈને, એ આદર્શની શાંતિના આધાર ઉપર નિજ શાંતિનું પોતાની અંદર કિંચિત વેદન કરતાં તેની સાથે તન્મય થઈ જવું એ અંતરંગ ઉપાસને અથવા પૂજા છે.
અને એ શાંતિના મધુર આસ્વાદને વશ રહી, નિમિત્તરૂપ એ આદર્શ પ્રત્યે સાચું બહુમાન ઉત્પન્ન થઈ જાય ત્યારે પિતાની હીનતાઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org