________________
| હાલના સંપ્રદાયે પ્ર. ૨૫
૪૩૫
તે હું કેવળ મેનેજર છું. વેપારના માલીક તે પ્રભુ છે. આખા વિશ્વમાં તેમના જ વ્યાપારની અનેક શાખાઓ છે. કોઈ વખત એક શાખામાંથી બીજી શાખામાં રૂપીઆ મોકલી આપે છે. તેમ કોઈ વખત બીજી શાખામાંથી આ શાખામાં મોકલી આપે છે. હું તે ફક્ત નામ લખીને જમા કરું છું. બીજી બાબતથી મને કાંઈ મતલબ નથી.
શબ્દોથી ત્રણ કાળમાં પણ સમજાવી ન શકાય તેવું સામ્યતાનું સમભાવનું રહસ્ય જિજ્ઞાસુને એક ક્ષણમાં સમજાઈ ગયું.
એ જ રીતે પૂર્ણ આદર્શ કે જીવન ઉપરથી પૂર્ણ શાંતિ સમજી શકાય છે.
પૂજમાં કતવાદ શા માટે
ચોથો પ્રશ્ન પણ બહુ સુંદર છે કે–તેમની શાંતિ મને આપ્યા વિના મને શાંતિને સ્વાદ કેવી રીતે ચખાડી શકે ?
ઉપર બતાવ્યું કે પિતાની શાંતિને પિતે જ ઉપભોગ કરવાને સમર્થ છે પણ કોઈને દેવાને સમર્થ નથી.
પરંતુ ઉપરની રીતે અનુમાનના આધાર પર શાંતિ સંબંધી કાંઈક પરિચય પ્રાપ્ત કરીને હું પણ મારા જીવનમાં, મારા સંભાષણમાં એમના જેવી રીતે જ, એમના જેવા જ રૂપમાં વર્તન કરવાનો પ્રયત્ન કરવા લાગું છું. તેમની મુખાકૃતિ ઉપરથી તેમની અંતર્મુખી દ્રષ્ટિનું અનુમાન કરીને હું પણ અંતમુખ થવાને પ્રયત્ન કરું છું. અને એ પ્રયત્નમાં દઢ રહેવાથી થોડા વખત પછી હું પિને પણ અમૃતને સ્વાદ અવશ્ય ચાખી શકું છું. એટલી સહાયતા મને મારા પ્રયોજનમાં તેમની પાસેથી મળે છે. અને એ સહાયતાના કારણથી જ
તેમણે મને શાંતિ આપી એમ કહી શકાય છે. આમ કહેવું કેવળ ઉપચાર છે.
અહીં એમ પણ પ્રશ્ન કરી શકાય કે–જે પ્રભુ કંઈ દઈ શકતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org