________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૫
૪૩૭
- પૂજામાં પ્રતિમાની આવશ્યકતા
શા માટે ? દેવપૂજાના વિષયમાં ચોથો પ્રશ્ન એ છે કે–પૂજામાં પ્રતિમાની આવશ્યકતા શા માટે ?
બહુ સુંદર અને સ્વાભાવિક પ્રશ્ન છે. થોડો વિચાર કરવાથી તેને ઉત્તર પણ પિતાની અંદરથી જ મળી શકે છે.
સાક્ષાત દેવ આપણી નજર સામે હોય તે ખરેખર જ પ્રતિમાની આવશ્યકતા નથી રહેતી. સાક્ષાત સામે નહિ તે પણ આજુબાજુ નજીકમાં ય દેવ હોવાની સંભાવના નથી. અને કદાચ આસપાસમાં ક્યાંક હોત તે પણ આવડા મોટા વિશ્વમાં એકલા દેવ સર્વજનનું પ્રયોજન સિદ્ધ કેમ કરી શકે ? વિશ્વની સર્વ વ્યક્તિ તેમના દર્શન કેવી રીતે કરી શકે.
વ્યક્તિ અસંખ્યાત અને દેવ એક, બે ચાર પાંચ દેવ હેય તો પણ બધાની અભિલાષા પૂર્ણ થઈ શકતી નથી. એક જ દિવસના દર્શનમાત્રથી કામ ચાલી શકતું હેત તો પણ સંભવિત હતું કે એ અભિલાષા જીવિત દેવની ઉપસ્થિતિમાં શાંત થઈ જાત પરંતુ એવું પણ નથી. એ અભિલાષા તે નિત્યની છે. અને દેવ કોઈ એક અથવા માત્ર થોડી વ્યકિતઓને માટે બંધાઈને એક જ સ્થાન પર રહે એમ પણ કેમ બની શકે ?
તેથી કંઈ પણ કૃત્રિમ માર્ગ કાઢવો જ પડશે. આપણે બુદ્ધિમાન મનુષ્ય છીએ. તિર્યંચ પશુપક્ષીને ઈચ્છા હોય તે પણ તે કાંઈ ન કરી શકે. પણ આપણે તે ઘણું કરી શકીએ છીએ. તેથી કૃત્રિમ દેવ બનાવીને આપણું કામ ચલાવી લઈ શકીએ છીએ. એ કૃત્રિમ દેવનું નામ છે–પ્રતિમા, - પ્રતિમા એ દેવની જ પ્રતિકૃતિ છે, તેમનું જ પ્રતિબિંબ છે. ભલે જડ હેય, પાષાણુની હોય પણ એવા કોઈ પણ પ્રકારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org