________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૪
४२७ રાખવામાં આવે છે. જે તેવા સંસાર સ્થિત પુરુષની પણ તસવીર રૂપે રહેલી મૂર્તિને દર્શનથી સ્વાર્થ સાધી શકાય એમ માને છે તે સર્વજ્ઞ સર્વ શક્તિમાન અને ગુરુના પણ ગુરુ એવા પરમેશ્વરની મૂર્તિના દર્શન વગેરેથી સ્વ-ઈષ્ટ ન સાધી શકાય એમ કેમ માની શકાય ?
વળી આર્ય સમાજીઓ પણ અગ્નિને પૂજે છે, તેમાં ઘી વગેરે નાખી હેમ કરે છે તે તે અગ્નિ શું જડ નથી? વળી સૂર્યની સામે ઊભા રહી ઈશ્વર પ્રાર્થના કરે છે તો તે સૂર્ય વગેરે જડ નથી ? છે. તો તે પરમેશ્વરની મૂર્તિથી દૂર કેમ ભાગે છે ?
સ્થાનકવાસીઓ
સ્થાનકવાસી વર્ગ પોતાના પૂજ્યની સમાધિ, પાદુકા, મૂર્તિ, ચિત્ર, ફેટાઓ બનાવીને ઉપાસના કરે છે. દર્શન માટે દૂર દૂરથી આવે છે અને દર્શન આદિ કરી પિતાને કૃતકૃત્ય માને છે.
એ રીતે દરેક પંથના અનુયાયીઓ પોતપોતાને પૂજનીય વસ્તુના આકારને કોઈને કોઈ રીતે પૂજે જ છે. તેથી મૂર્તિ આબાળ પંડિત સર્વ કોઈને માન્ય છે. છતાં “અમે નથી માનતા” એમ જેઓ કહે છે તેઓ ખરેખર માતા ને વધ્યા ની જેમ અસતુ પ્રલાપ કરનારા છે.
–લેખકના પ્રતિમા પૂજન પુસ્તકમાંથી સંકલિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org