________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૪
૪૨૫
સન્માન, તેને આદર અને તેની ભક્તિ કરનારના પાપ નાશ કેમ ન પામે ?
વળી શું પરમેશ્વર હરેક સ્થાને નથી ? કે જેથી મકકા મદિના જવું પડે છે? માટે કહો કે-મનને સ્થિર કરવા માટે મૂ તિ સ્વરૂપે કે અન્ય સ્વરૂપે સ્થાપનાને માનવાની આવશ્યકતા પડે જ છે.
વળી મુસ્લીમો તાબૂત બનાવે છે તે પણ સ્થાપના જ છે તેને લોબાનને ધુપ અને પુષ્પના હાર વગેરે ચડાવી પૂરી રીતે આદર આપે છે.
શુક્રવારે શુભ દિવસ જાણું મજીદમાં તથા ઈદના દિવસે મોટી ભજીદમાં જઈને નિમાજ પઢે છે. તે મજીદો પણ સ્થાપના જ છે. કુરાને શરીફને ખુદાના વચને સમજી માથે ચડાવે છે તે પણ સ્થાપના જ છે.
એલીઓ વગેરેની દરગાહની યાત્રાઓ કરે છે અને ત્યાં રહેલી કબર પર ફૂલહાર, મેવા, મિઠાઈ વગેરે ચડાવી વંદન પૂજન આદિ કરે છે તો તે પણ સ્થાપના સન્માન નથી તે બીજું શું છે ? મકકા મદિના તથા મજીદ વગેરેના ફકીરોની છબીઓ પડાવીને પિતાની પાસે રાખે છે તે પણ સ્થાપના જ છે.
એ રીતે ઘણું પ્રકારે મુસલમાનો પણ પિતે માનેલ પૂજ્ય વસ્તુએની મૂર્તિ-આકારને એકસરખું માન આપે છે.
પ્રીસ્તીઓ ખ્રીસ્તીઓમાં રોમન કેથોલીક ઇસુની મૂર્તિને માને છે. પ્રોટેસ્ટ ઈસુની યાદગીરી અને તેના પરની શ્રદ્ધા કાયમ ટકાવવા માટે ઇસુને અપાયેલી શૂળીનું નિશાન જે કેસ () તેને હમેશાં પિતાની પાસે રાખે છે. જ્ઞાનની સ્થાપના રૂ૫ બાઇબલને આદર કરે છે. પિતાના પૂજ્ય પાદરીઓની છબીઓ પાસે રાખે છે. તથા તેમનાં બાવલાં, પૂતળાં તથા કબરોને બરાબર માન આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org