________________
૨૨૬
*
મૂળ જેન ધર્મ અને
ગૃહસ્થને ભાવ સાધુને સત્કાર સન્માન કરવાનું હોય છે તેમજ તેમની પાસેથી ધર્મ સાંભળવાની ઈચ્છા હોય છે. એટલે તે સાધુ મહાત્માના મુખ ઉપર જ દષ્ટિ રાખી રહેલ હોય છે. સામાન્ય રીતે તેની નજર સાધુના બીજા અંગોપાંગ ઉપર જતી નથી અથવા કરતી નથી.
એક તે ગૃહસ્થ, સાધુના મુખ તરફ જ ધ્યાનથી જોઈ રહેલ હોય છે અને બીજુ ગૃહસ્થને સાધુ તરફ શુદ્ધ પૂજ્યભાવ હેય છે તેથી સાધુ નગ્ન હોય અને બેધ્યાનપણે પણ ગૃહસ્થની નજર સાધુના બીજા અંગ ઉપર પણ પડી જાય તો ય તેને સાધુનું શરીર અશિષ્ટ લાગતું નથી. પૂજ્યભાવ હોય ત્યાં અશિષ્ટતાને વિચાર પણ આવી શકે નહિ.
આ વાત ગૃહસ્થ સ્ત્રી કે પુરુષ બંને માટે એક સરખી છે. વળી જ્યારે સામાન્ય રીતે સાધુ નગ્ન જ હેય એમ ગૃહસ્થ જાણતા જ હોય ત્યાર પછી તેમને સાધુની નગ્નતાના સંબંધમાં અશિષ્ટતા હોવાનો વિચાર પણ આવે નહિ. એ તો એમ જ સમજતો હોય છે કે નગ્નતા એ સાધુતાને એક વિશિષ્ટ ગુણ છે. સાધુનું સંપૂર્ણ અપરિગ્રહપણું જોઈને મનમાં એક ફક્ત પૂજ્યભાવ સિવાય કાંઈ હઈ શકતું નથી. ' આપણે સંસારી દષ્ટિથી જોવાનું કે વિચારવાનું મૂકી દઈએ તે જ આ વાત યથાર્થ રીતે સમજમાં આવી શકશે.
દશ પ્રશ્નોમાંના પહેલા પાંચ પ્રશ્નોનો જવાબ ઉપરના લખાણમાં સંપૂર્ણ રીતે આવી જાય છે.
છઠા પ્રશ્નનું સમાધાન છઠો પ્રશ્ન મુહપત્તિ સંબંધને છે. સ્થાનિકવાસીઓ રોવીસે કલાક મુહપત્તિ બાંધી રાખવાનો એકાંત આગ્રહ સેવે છે. અને તેમના તે આગ્રહને સત્ય ઠરાવવા માટે સ્થાનક્વાસી આચાર્ય તેમ જ અન્ય સાધુઓએ તીર્થકર ભગવાનના તેમ જ તીર્થંકરના વખતમાં થઈ ગયેલા મુનિ મહાત્માઓના ચિત્રો ચીતરાવીને તેમને મોઢે મુહપત્તિ બાંધીને તે ચિત્રો આચાર્યો અને સાધુઓએ તેમના પુસ્તકોમાં છપાવ્યા છે અને એ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org