________________
૩૧૬
મૂળ જૈન ધર્મ અને એટલું ખરું કે સમયસાર ગ્રંથ ઉચ્ચ કોટિના જીવને જ ખાસ ઉપયોગી છે અને અપાત્રના અથવા અધિકારીના હાથમાં જતાં તે ઊલટી રીતે પરિણમે તેવું છે. પરંતુ તેથી તે ગ્રંથની મહત્તા ઘટતી નથી પણ વધે છે. ફકત સમજદાર જીવોએ તે ગ્રંથ ધ્યાનપૂર્વક સમજીને તેને અભ્યાસ કરવા ઈએ.
પરમાગમ કહેવાનું કારણ ઉપરના પ્રથોની નામાવલિ ઉપરથી જ વાંચક જોઈ શકશે કે કુંદકુંદાચાર્યે ધર્મને લગતા લગભગ દરેક વિષય ઉપર લખેલ છે. અને દિગંબર સંપ્રદાયમાં તેમનું ખાસ મહત્ત્વ છે તે એટલે સુધી કે દિગંબર સંપ્રદાયમાં તેમની પહેલા થઈ ગયેલાં આચાર્યોના ગ્રંથોને છોડીને શ્રી કુંદકુંદાચાર્યના ગ્રંથોને પરમાગમ તરીકે ગણવામાં આવે છે.
તેનું કારણ એ છે કે શ્રી કુંદકુંદાચાર્યે તેમના આ ગ્રંથમાં દિગંબર સંપ્રદાયની મૂળ માન્યતાઓને ફેરવીને તેને નવું મૂર્ત અને ચોકકસ સ્વરૂપ આપ્યું છે કે જેનું સ્વરૂપ તેમની પહેલાંના આચાર્યોને ગ્રંથોમાં દેખાતું નથી.
વીર સં. ૬૦૬ અથવા ૬૦૮ માં (વિક્રમની બીજી સદીમાં) જૈન ધર્મમાં બે પક્ષ પડ્યા તે (૧) *વેતાંબર અને (૨) દિગંબર. તે વખતે સાધુના નગ્નત કે વસ્ત્રધારણ માટે જ મતભેદ હતો.
વિક્રમની પાંચમી છઠી સદીમાં દિગંબર સાધુઓમાં પણ ચૈત્યવાસની અસર થઈ અને તેઓ રાજાઓ પાસેથી ભૂમિદાન લેવા લાગ્યા. શ્રી કુંદકુંદાચાર્ય જેવા ત્યાગી મુનિને એ શિથિલતા સારી ન લાગી અને તેમણે માત્ર સ્થૂળ પરિગ્રહને જ નહિ પણ તેમના વખત સુધી તેમના સંપ્રદાયમાં જે આપવાદિક લિંગના નામથી વસ્ત્ર પાત્રની છૂટ હતી તેને પણ નિષેધ કર્યો.
સ્ત્રી મુક્તિ, કેવળી ભુક્તિ વગેરે વિષયો પહેલવહેલા કુંદકુંદાચાર્યું પ્રરૂપિત કર્યા. જેમ એક જૂઠાણું બીજા અનેક જૂઠાણાં ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org