________________
૩૫૦
મૂળ જૈન ધર્મ અને
સ્થાનકવાસીઓ તો સામાયિક વગેરે સર્વને માને છે ત્યારે સ્થાનકવાસી પિતાને લોકશાહના અનુયાયી કેમ કહી શકે? લોકાશાહના અનુયાયી બનવું હોય તો સામાયિક વગેરે સર્વ ધર્મ ક્રિયાને સ્થાનકવાસીઓએ ઇન્કાર કરવો જોઈએ. સ્થાનકવાસીઓ તેમ કરવા તૈયાર છે?
લેકશાહે જે ધાર્મિક ક્રિયાઓ વગેરેને બહિષ્કાર અથવા નિષેધ કરેલ તે બાબત લાગચ્છના યતિઓએ, મૂર્તિપૂજક યતિએ, દિગંબર લેખકેએ તથા તપાગચ્છના વિરોધી કછુઆ શાહ વગેરેએ, એ બધાએ એકસરખી રીતે એક સરખી જ વાત કરી છે. તો શું એ બધા જ લોકાશાહના વિરોધી હતા? નહિ જ. એથી પણ પૂરવાર થાય છે કે લંકાશાહ સંબંધી પ્રાચીન લેખકોએ જે લખ્યું છે તે સાચું જ લખ્યું છે. છતાં તે સાહિત્યને સાચું નહિ માનનારને દુરાગ્રહી, કદાગ્રહી અને હઠાગ્રહી જ કહી શકાય. અને એ આગ્રહ મિથ્યાત્વના જ અંશે ગણી શકાય.
લોકાશાહને
જન્મદિન, જન્મસ્થળ લકા શાહના અનુયાયી અને લોકાશાહ પછી ફક્ત ચાળીશ વર્ષે જ થયેલા યતિ ભાનુચંદ્રની ચોપાઈ સૌથી વિશેષ વિશ્વાસપાત્ર છે તેમ જ પ્રાચીન છે. તેમણે લખ્યું છે કે
સોરઠ દેસે લબડી ગામઈ, દશા શ્રીમાળી ડુંગર નામઈ, ધરણી ચુડા ચિત્ત ઉદારી, દીકરે જાયે હરષ અપારી, ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org