________________
૩૮૦
મૂળ જૈન ધર્મ અને
લીંબડીમાં લેકશાહના દેહાંત સમયે તેમને લખમસી,
ભાણજી અને થોડાક લીંબડીના શ્રાવકે એટલે જ
અનુયાયી વર્ગ મળ્યો હતો. એ સિવાય વા. મ. શાહ વગેરે આધુનિક લેખકેએ લખેલી બધી વાતે બેટી છે.
દરેક બાબતમાં સત્ય હોય તે જ માનવું અને સત્યને જ અનુસરવું એ જ સાચા શુદ્ધ જૈન ધર્મનું ફરમાન છે.
લકા શાહનું ટુંકું જીવનચરિત્ર લોકાશાહનું જીવન ચરિત્ર ટુંકામાં વર્ણવવું હોય તો આ પ્રમાણે કહી શકાય
લીંબડી (સૌરાષ્ટ્ર)માં દશાશ્રીમાળી વણિક ડુંગરશાહના પત્ની ચૂડાની કુક્ષીએ સં. ૧૪૮૨ ના વૈશાખ વદ ચૌદસને દિવસે લોકાશાહને જન્મ થયો હતો.
લોંકાશાહ આઠ વર્ષના થયા ત્યારે તેમના પિતાનું અવસાન થયું અને ત્યારે ડુંગરશાહ જે કંઈ થોડી ઘણી પુંછ મૂકી ગયેલા તે લોકાશાહના પૂરના દીકરા લખમસીએ હડપ કરી લીધી.
લકાશાહ સોળ વર્ષના થયા ત્યારે તેમની માતા પણ ગુજરી ગયા તેથી લોકાશાહ નિરાધાર થઈ ગયા. તેથી કમાવાને માટે લોકાશાહ અમદાવાદ ગયા.
ત્યાં છેડે વખત નોકરી કરી પછી નાણાવટ (ધીરધાર)ને ધંધે શરૂ કર્યો. તે વખતે લોકાશાહ દેવપૂજા, સામાયિક આદિ ધાર્મિક ક્રિયાઓ કરતા હતા તેમજ વ્યાખ્યાન સાંભળવા પણ જતા હતા.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org